રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે ૫૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી કરવામાં આવશે
રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે પ૩ મો જન્મદિન છે. હિતેષભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેષભાઈ ખખ્ખર (બાલાજી) અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલ અનેક માનવતાવાદી કાર્યો કરે છે. હિતેષભાઈ ખખ્ખર (બાલાજી) (મો.૯૪૨૯૨ ૪૪૭૦૮)ના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. – હિતેષભાઈ ખખ્ખર (મો.૯૪૨૯૨ ૪૪૭૦૮)









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































