મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી ચલાવવામાં આવે છે.
મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા‘ નું આયોજન અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગ થી તા. 13/04/2025, રવિવારનાં રોજ કરાયું છે. ઉમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને પી.ડી.એફ. ઓનલાઈન ફાઈલ વ્હોટસએપમાં મળી જશે.
પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરી દેવુ ફરજીયાત છે. ‘‘શ્રી રઘુવંશી ડોકટર્સ પંસદગી સમારોહ” ના વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો. 98242 21999), સંજયભાઈ કકક્કડ (મો. 98240 43799) પર ડોકટર્સ લખી મોકલી આપવા વિનંતી કરાઈ છે. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. નિઃશુલ્ક,ઓનલાઈન “શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા” નાં મોબાઈલ મેસેજ તમામ “શ્રી રઘુવંશી ડોકટર્સ ગ્રુપ” માં ફોરવર્ડ કરવા વિનંતી કરાઈ છે.
અત્યારસુધીમાં 65 લગ્નોત્સુક ઉમેદવારો (45 દિકરીઓ, 20 દિકરાઓ)એ આ ડોકટર્સ પરીચય મેળામાં પોતાનું નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે. સમગ્રપણે 150 થી વધુ લગ્નોત્સુક યુવક-યુવતીઓ ભાગ લ્યે તેવી અપેક્ષા છે.
‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’ ની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો. 94284 66663) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.