રાજકોટમાં મંગળવારે જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરાશે
જાહેર જીવનના વરીષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ. હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી અને ડીમ્પલ ખેતાણીનાં પુત્ર ચિ. માનસ તા. 27, મે, મંગળવારના રોજ 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની જીવદયા પ્રવૃતિઓ અંગે માનસ ખેતાણી સમયાંતરે ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના અગ્રણીઓ, સંતો–મહંતો, જાહેર જીવનના અન્ય શ્રેષ્ઠીઓને પોતાની તરુણ સુલભ મતિ અનુસાર જીવદયાની વાતો લઈને મળતો રહે છે. દરેક જન્મદિવસની જેમ આ વખતે પણ અનેકવિધ સત્કાર્યો, જીવદયા પ્રવૃતિઓ સાથે માનસનાં જન્મદિનની ઉજવણી થઈ રહી છે. માનસ પોતે પોતાના મિત્રો સાથે નજીકનાં વિસ્તારોમાં જઈને 17 વૃક્ષોનું વાવેતર કરી પક્ષીઓને ચણ, કીડીઓને કીડીયારું, કૂતરાને દૂધ રોટલી, ગાયોને ઘાસ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીઓને મકાઈ તેમજ આસપાસનાં વિવિધ ઘરોમાં ચકલાનાં માળા, બર્ડ ફીડર લગાડી, પક્ષીઓનાં રામ પાતર મુકી, ગૌમાતાની પાણી પીવાની કુંડીઓ મુકશે અને સાથમાં જ ઉંમરો, પીપળો જેવાં પક્ષી, પર્યાવરણને ફાયદાકારક, માનવતાને ઉપયોગી ઓકિસજન વર્ધક 17 વૃક્ષનું વાવેતર કરી જન્મદિનની સેવામય ઉજવણી કરશે.
-માનસ મિતલ ખેતાણી મો. 98242 21999