“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું જય મુરલીધર ફાર્મ, રાજકોટ ખાતે ૩૦૦ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક આયોજન.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” જીસીસીઆઈ અને “દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર”ના સંયુક્ત ઉપક્રમે જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ જૂન વચ્ચે વિદ્યાધર નગર સ્ટેડિયમ, જયપુર ખાતે ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શની “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જય મુરલીધર ફાર્મ, ન્યુ 150 ફિટ રિંગ રોડ,રાજકોટ ખાતે “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” સંદર્ભે GCCIના સ્થાપક અધ્યક્ષ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં વિરાભાઈ રાજાભાઈ હુંબલના સૌજન્યથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં GCCI ના જનરલ સેક્રેટરી રમેશભાઈ ઘેટીયાએ ગૌ ટેક – 2023 ની સફળતા વિશે જણાવ્યુ જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અનેક સ્ટાર્ટઅપ્સનું રોકાણ મળ્યું અને અનેક નવીનતાઓને માન્યતા મળી, તે આ વર્ષના “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેમજ લોકોને આ “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ”માં સ્ટોલ હોલ્ડર અથવા તો વીઝીટર તરીકે ખાસ પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.
આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા એ “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” વીશે વાત કરતાં જણાવ્યુ કે આ વૈશ્વિક શિખર સંમેલનમાં યુવાનો, ઉદ્યોગકારો, સરકારો અને નીતિ નિર્માતાઓને દેશભરમાં વિકસિત થયેલી ગૌ ઉદ્યોગિતા તકનીકો, ઉત્પાદન મશીનરી, ગૌ જ્ઞાન, ગૌ વિજ્ઞાન અને ગૌ આધારિત આધ્યાત્મિક જીવન સંસ્કૃતિથી અવગત કરવામાં આવશે. અગાઉ ૨૦૨૩માં ગુજરાતના રાજકોટમાં ગૌ ટેકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેની સમગ્ર દેશમાં પ્રશંસા થઇ. તે ઉપરાંત આગામી દિવસોમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા / પાંજરાપોળોને રૂપિયા ૩૦ ને બદલે રૂપિયા ૧૦૦ કરવામાં આવે તેના માટે તેઓ હમેશા ગૌ પ્રેમી જનતાની સાથે છે.
ગીર ગૌ જતન સંસ્થાન, ગોંડલ ના સ્થાપક અને જીસીસીઆઈ ના કારોબારી સભ્ય રમેશભાઈ રૂપારેલીયા એ ગાય ના ગોબર અને ગૌ મૂત્રમાં રહેલા ફાયદાઓ અને તેના થકી આગામી દિવસોમાં થનારી ક્રાંતિ ની વાત કરી તેમની કાર્યપ્રણાલી વીશે વાત કરી હતી.
ગૌ ટેક – 2023માં આયોજક તરીકે ભૂમિકા ભજવનાર રમેશભાઈ ઠકકરે જણાવ્યુ હતું કે ગાય માતાનો સ્પર્શ મન અને મસ્તિષ્કને શાંતિ આપે છે. જ્યારે આપણે ગાયને સ્પર્શ કરીએ છીએ અથવા તેને હગ કરીએ છીએ ત્યારે એક અનોખી પોઝિટિવ ઊર્જા શરીર અને મનમાં પ્રસરે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ગાયના શરીરથી ઉત્પન્ન થતી તાપમાન અને ચુંબકીય શક્તિથી તણાવ ઘટાડે છે. તે જ રીતે, આધ્યાત્મિક રીતે પણ ગાયને કરુણાભાવે હગ કરવું એ માતૃત્વભર્યા પ્રેમ સાથે જોડાવાનું રૂપ છે, જે માનવ જીવનમાં સંતુલન અને શાંતિ લાવે છે.
આર.એસ.એસ.ના કિશોરભાઈ મુંગલપરાએ વીશેષ જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં આપણે સૌએ આજના સમયમાં ગૌ આધારિત જીવનશૈલી અપનાવવી એ માત્ર પરંપરા નથી, પણ આ સમગ્ર માનવજાત માટે એક આશીર્વાદરૂપ માર્ગ છે. ગૌમાતાના પંચગવ્ય થી બનતા ઉત્પાદન – જેમ કે ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને ગોબર – આરોગ્ય માટે અમૃત સમાન છે. આપણે વધુમાં વધુ ઓર્ગેનિક ઉત્પાદનો અને પંચગવ્ય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરીએ તો આપણે સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકીએ અને દેશની આર્થિક સ્વાવલંબન યાત્રામાં યોગદાન આપી શકીએ. તેમજ ડો.કથીરિયાના ગૌમાતા પ્રત્યેના પ્રેમ, કરુણા, કટિબદ્ધતા તન – મન – ઘનથી સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
પૂર્વ કેન્દ્રિય મંત્રી અને જીસીસીઆઈના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને “કામધેનુ” તરીકે માનવામાં આવે છે. તેમના દુધ, ગૌમૂત્ર અને ગોબરથી આરોગ્ય, ખેતી, ઊર્જા, સ્વચ્છતા, જૈવિક પર્યાવરણ અને આર્થિક સશક્તિકરણના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો બની રહ્યાં છે. “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” એ તમામ શક્યતાઓને એક જ મંચ પર લાવીને યુવાનો, મહિલાઓ, ગૌશાળાઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને સહયોગનું વાતાવરણ ઊભું કરશે. “ગૌ ટેક” એ ગૌ આધારિત ઉદ્યોગો માટે ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું મંચ બની રહ્યું છે. આ કાર્યક્રમ એક ઐતિહાસિક પ્રયત્ન છે જેમાં સંસ્કૃતિ પરંપરા, ટેકનોલોજી અને નવીનતાનોઓનું મિશ્રણ જોવા મળશે.
ભાભર થી ઉપસ્થિત પૂજ્ય એલ.ડી.ઠકકરજી એ “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” સફળ થવા માટે આર્શીવાદ આપ્યા અને આવા ગૌ ટેક દરેક વર્ષે વર્ષે દેશના અલગ – અલગ રાજ્યો માં થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં જીવદયા પ્રેમી ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા એ ઓનલાઈનના માધ્યમથી “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ”ને સફળ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ હર હમેશ જીવદયા ના કાર્યો માટે સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું.
જીસીસીઆઈના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા તેમજ “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ”ના વાઇસ ચેરમેન ભારત રાજપુરોહિત દ્વારા ઓનલાઇન આ વિચાર ગોષ્ઠિમાં ઉપસ્થિત ગૌ પ્રેમી, જીવદયા પ્રેમી, ગૌ સેવકો, સમાજસેવકો ને “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ”માં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ સમગ્ર બેઠકનું સંચાલન જીસીસીઆઈના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજકોટ ના પૂર્વ સાંસદ શ્રી રામજીભાઈ અને રમાબેન માવાણી, હંસરાજભાઈ ગજેરા, નરેન્દ્રભાઈ દવે, મુરલીભાઈ દવે,નરેન્દ્રભાઈ ડવ, વિનોદભાઈ કાછડીયા, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ રૂપારેલીયા, દિલીપભાઈ સખીયા, પ્રતિકભાઈ સંઘાણી, અશોકભાઈ ગિડા, ડો.રમેશભાઈ કોઠારી, ધીરુભાઈ કાનાબાર, પી.પી.વ્યાસ, વીરાભાઈ હુંબલ, છગનભાઈ કથીરિયા, હરેશભાઈ પંડ્યા,નુતનભાઈ સાવલિયા,સુભાષભાઈ સાવલિયા, જગદીશભાઈ કપુરિયા,નરેન્દ્રસિંહ જાડેજા, શશીભાઈ જોશી, અરુણભાઇ નિર્મળ, લલિતભાઈ વડેરિયા, વિપુલભાઈ રાઠોડ, અલ્પેશભાઈ કવૈયા,પ્રો. કવન, સુરેશભાઈ પરમાર, રાજેશભાઈ ગોંડલિયા, પ્રકાશભાઈ સોલંકી, પ્રવીણભાઈ પરસાણા, દિલીપભાઈ કલોલા, ગોપાલભાઈ પટેલ,કિશોરભાઈ પાંભર, ગિરીશભાઈ પરમાર, પૃથ્વીસિંહ જાડેજા, ઉત્તમભાઈ જાની, રણજીતસિંહ ઠાકુર, રતિભાઈ ઠુમર, ગુણવંતભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઈ પટેલ, કાંતાબેન કથીરિયા, રમાબેન હેરભા, રેશ્માબેન સોલંકી, અવનીબેન, રંજનબેન ઠાકર, ડિમ્પલબેન ખેતાણી સહિતના ૩૦૦ જીવદયા પ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીસીસીઆઈ વિશે વધુ માહિતી માટે જીસીસીઆઈ જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































