#Blog

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીના કુંડા ‘રામપાતર’ અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે.
ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા,નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા ગ્રૂપનાં સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે 1.9 ફૂટ બાય 0.7 ફુટ, વજન આશરે 20 કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા” ના ધોરણે વિનામૂલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે).
દરરોજ વિતરણ (1) એનીમલ હેલ્પલાઈન, ‘જનપથ’, તપોવન સોસાયટી 2 નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ, (2) ‘સત્યમ’, 3-ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી થયેલું છે.
સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ તથા અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, સૌમીલભાઈ મહેતા, તપનભાઈ શાહ, પારસભાઈ ગાઠાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીના કુંડા ‘રામપાતર’ અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડી મેળવવા માટે મો.96871 24256, મો. 97248 73800 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *