સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી 2 માર્ચે અમદાવાદમાં યોજાશે “જીવન યાપન પ્રોજેક્ટ” અંતર્ગત મહાસંમેલન

જરૂરીયાતમંદોને 101 રિક્ષા અને 11 અર્ટિગા કાર અર્પણ કરવાનો પ્રોજેક્ટ
સમસ્ત મહાજન દ્વારા દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોને મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર સ્મિત લાવનાર, અનેકોના આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર માનવતાના મસીહા, રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી સમગ્ર સમાજને સશક્ત અને આત્મનિર્ભર સમાજની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું, ‘જીવન યાપન પ્રોજેક્ટ’ અંતર્ગત 101+11 પરિવારોને કાયમી રોજગાર આપવાના મહાન પ્રયાસમાં એક દાતાએ 50% યોગદાન આપી 101 રિક્ષા અને 11 અર્ટિગા કાર માટે સહાય આપી છે. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ જણાવે છે કે, “સ્વાર્થ કેરોસીન જેવો હોય છે જ્યાં પડે ત્યાં ભડકો કરે અને પરમાર્થ ઘી જેવો હોય છે જ્યાં પડે ત્યાં દીવો પ્રગટાવે.તમે કોઈને સહાયની આંગળી આપશો તો સહાય પામનાર આવતીકાલે કોઈને હાથ આપશે.” પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કૃપાથી આ ‘જીવન યાપન પ્રોજેક્ટ’ સાકાર થઈ રહ્યો છે, જે સમાજમાં આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાતંત્ર્ય લાવવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી વિમલેશભાઈ દ્વારા 5 લાખ, વિપિનભાઈ વાડેચા (યુ.એસ.એ) અને સાથી દ્વારા 5 લાખ, રિકિનભાઈ ટપોવાણી દ્વારા 1 લાખ અને જયસુખભાઈ અને ઈલાભાભી દ્વારા 1 લાખની સહાય આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો લક્ષ્યાંક એવો છે કે 101+11 પરિવારોને કાયમી રોજગારની તકો આપી ગરીબીમાંથી બહાર નીકળવાની તક તેમજ સમાજમાં આત્મસન્માન અને આર્થિક સ્વાતંત્ર્ય વધારવા માટેની તક આપવામાં આવે. જેમાં સૌ ને સહયોગ કરવા માટે જાહેર નિમંત્રણ અને વિનંતી છે. સહયોગ કરવા માટે ₹ 10 લાખ દાન આપી એક અર્ટિગા કાર પ્રાયોજિત કરી શકાય, ₹ 1 લાખ દાન આપી એક રિક્ષા પ્રાયોજિત કરી શકાય છે. આ પ્રોજેક્ટ માટે મળતું દાન કલમ 80G અંતર્ગત ટેક્સ મુક્ત છે તેમજ CSR અને FCRA અંતર્ગત યોગદાન માન્ય છે. આગામી 2 માર્ચે “જીવન યાપન પ્રોજેક્ટ” અંતર્ગત અમદાવાદમાં મહાસંમેલન યોજાશે. આ અંગે વધુ માહિતી માટે તેમજ સહયોગ માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976) અથવા સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી, અર્ટિગા રિક્ષા પ્રમુખ દેવેન્દ્રભાઈ જૈન (મો. 98251 29111)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ પ્રોજેક્ટ માત્ર એક દાન નથી, એ વિવિધ પરિવારોના સંસાર બદલવાનો મહાન પ્રયાસ છે. સમાજના સહયોગથી એક વ્યક્તિ નહીં, એક પેઢી આત્મનિર્ભર બની શકે છે. અત્રે ઉલેખ્ખનીય છે કે સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.