#Blog

જેતપુર મોટી હવેલી ખાતે પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ઉજવણી

જેતપુર મોટી હવેલી ખાતે આદરણીય પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ શુભ દર્શન પ્રસાદ, સમારોહ દરમ્યાન મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે ઠાકોરજીનું પૂજન-દર્શન કરવામાં આવ્યું હતું.

            આ પ્રસંગે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. ગૌ સેવાના પ્રખર હિમાયતી ડો. કથીરિયાએ બાલકૃષ્ણલાલજી બાવાશ્રી અને પ્રિયંકલાલજી બાવાશ્રીને આદર રૂપે ગૌ આધારિત પુસ્તકો અર્પણ કર્યા હતા. તેમણે સમાજ અને આધ્યાત્મિકતામાં તેમના યોગદાનને અનુલક્ષી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.             આ કાર્યક્રમમાં ડૉ. કથીરિયાએ સાંસ્કૃતિક વારસો જાળવવા અને શાશ્વત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગૌ આધારિત જ્ઞાન-વિજ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વિશેષમાં જણાવ્યુ હતું કે શ્રી વલ્લભાચાર્યજીના ઉપદેશો અને વારસો આપણને માનવતાના કલ્યાણ માટે કામ કરવા અને પરંપરા અને આધ્યાત્મિકતામાં રહેલા મૂલ્યોને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *