સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગૌમાતા પોષણ યોજના અને પશુકલ્યાણ સંબંધિત નીતિઓમાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરાઈ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી જતી મોંઘવારી અને ઘાસચારાના ખર્ચને ધ્યાને રાખી તે રુ. 100 પ્રતિ પશુદીઠ, દૈનિક આપવા અંગે, માળખાકીય વિકાસ માટે વિશેષ ફંડ ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે 300 કરોડનું એક વખતનું ફંડ ફાળવવા, ગૌમાતા પોષણ યોજનાના લાભ માટે નોંધણી સમયમર્યાદા વિસ્તૃત કરવી હાલમાં 31-03-2022 પહેલા નોંધાયેલા સંસ્થાઓને જ ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળે છે. આ સમયમર્યાદા વધારી 31-03-2023 સુધી કરવી, પરંપરાગત ખેતી પ્રોત્સાહન રાસાયણિક ખાતર અને ટ્રેક્ટર પરની સબસીડી બંધ કરી, હળ અને બળદથી ખેતી માટે સહાય અને પ્રોત્સાહન આપવામાં આવે, અલગ ગૌ મંત્રાલય અને પશુ કલ્યાણ મંત્રાલયની રચના પશુઓના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે અલગ મંત્રાલય બનાવવું, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં સંપૂર્ણ સમયના અધ્યક્ષની નિમણૂક આ પદ લાંબા સમયથી ખાલી છે. જો પદભાર આપવામાં આવે, તો ગૌશાળાઓ, પાંજરાપોળોનું મંત્રાલય સાથે યોગ્ય સંકલન થઈ શકે, ગુજરાતમાં ગૌમાતાની સંરક્ષણ અને સિદ્ધાંતોને મજબૂત બનાવવા માટે ગાય માતાને “રાજ્ય માતા” નો દરજ્જો આપવામાં આવે, ગુજરાતનાં દરેક શહેરમાં પશુ દવાખાનાઓ સ્થાપિત કરી ગુજરાતમાં પ્રત્યેક શહેરમાં પશુઓ માટે ખાસ દવાખાનાની સુવિધા શરૂ કરવી વિગેરે બાબતો અંગે ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ હતી.
અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો.ગીરીશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































