21 મહિનામાં જ 6 કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ સદભાવનાવૃદ્ધાશ્રમના બન્નેમેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવ્યું.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું!
સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના બન્ને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર બાર મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે કરોડો રૂપિયાની રાહત દર્દીઓને અપાઈ ચુકી છે, 20% થી લઈ 65% સુધી ડિસ્કાઉન્ટ અપાય છે, એટલે કે સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર દર્દીનારાયણ, દરિદ્ર નારાયણની સેવા માટે ભગીરથ કાર્ય કરવામાં નિમિત બન્યું છે. 60 લોકોનો સ્ટાફ કાર્યરત છે, દર મહિને 30 હજાર જેટલા દર્દીઓ લાભ લ્યે છે. અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ દવાનું વેચાણ, જેમાં છ કરોડથી વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે.
સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરના સંચાલકોને થોડા મહિનાઓ પહેલા એવો વિચાર આવ્યો કે લોકોનો સૌથી વધુ ખર્ચ બાળકોના શિક્ષણ અને પરિવારના સ્વાસ્થ્ય પાછળ વપરાતો હોય છે. ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે તે દર્દીના પરિવારે લેવી અનિવાર્ય બની જાતી હોય છે પણ એ ખર્ચ બહુ મોટો હોય છે આથી સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર દ્વારા પડતર કિમતે દવા અને સર્જીકલ સાધનોનું વેચાણ કરતો એક સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર શરૂ કરવો એવો નિર્ધાર કર્યો અને 21 મહિના પૂર્વે નાના મવા સર્કલ પાસે સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર શરૂ કર્યો છે.
દવાની વધતી જતી માંગ અને દર્દીનારાયણને વધુને વધુ આ સેવાનો લાભ મળે તે હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ મેડીકલ સ્ટોરના સંચાલકો દ્વારા જરૂરીયાતમંદ દર્દીનારાયણ–દરીદ્રનારાયણની સેવામાં વધુ એક મેડીકલ સ્ટોર રાજકોટના રૈયા રોડ ખાતે શરૂ કરાયો છે.
સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોરનાં નિમિત સંચાલકોએ વધુમાં જણાવ્યું છે કે, અગિયાર મહિનાના ગાળામાં મેડિકલ સ્ટોર તરફથી સમગ્રપણે કરોડો રૂપિયાનું ડિસ્કાઉન્ટ દર્દીનારાયણોને આપવામાં આવ્યું છે. અહિયાં 20 % થી લઈ 65 % સુધીનું ડિસ્કાઉન્ટ દવા, ઇન્જેકશન અને સર્જીકલ સાધનો પર આપવામાં આવે છે. ડોક્ટર જે દવા લખી આપે છે એ જ સ્ટાન્ડર્ડ દવા સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાંથી આપવામાં આવે છે.
વધુ વિગતો માટે સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર,(1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ,(2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર- 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, મો. 9081812182 નો સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોરનાં માનદ સંચાલક ભુપતભાઈ રાદડિયાની યાદીમાં જણાવાયું છે.