#Blog

‘સમસ્ત મહાજન’ અને ‘એનીમલ હેલ્પલાઈન’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ પર યોજાયો પશુ-પક્ષીઓનાં સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ 

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ પર  સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા—દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 97 જેટલા પશુઓ જેમાં 3 ઘોડા, 5 બિલાડી અને 89 કૂતરાઓની સારવાર કરવામાં આવી હતી. સંસ્થામાં આશ્રિત અન્ય અંદાજે 500 જીવોની સારવાર કરવામાં આવી હતી.   

એનીમલ હેલ્પલાઇનના ડૉ. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, સેવાભાવી તબીબ ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હિરેન વિસાણી તેમજ પંચનાથ એનીમલ હોસ્પીટલનાં ડો. વિવેક કલોલા સહીતની ડોકટર્સની ટીમે પોતાની સેવા આપી હતી. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં ડો. મણવર સહિતનાં નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી. આ મેગા કેમ્પમાં જિલ્લા પંચાયત પશુપાલન શાખાનાં વરિષ્ઠ ડોકટર્સ ડો. ગોહીલ, ડો. કટારા, ડો. ખાનપરા, ડો. જાકાસણીયા ડો. કુંડારીયા તથા રાજકોટ મહાનગરપાલીકાના ડો. હિરપરા, ડો. ભાવેશ જાકાસણીયા, ડો. ઉપેન્દ્ર પટેલ સહિતના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. કેમ્પમાં પશુ—પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ-પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતી તેમજ મેડીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલા તમામ પશુ-પક્ષીઓને જનરલ હેલ્થ ચેકઅપ (ફુલ બોડી), શ્વાનોને વિનામૂલ્યે હડકવા વિરોધી રસીકરણ, આંખના—દાંતના—ચામડીના રોગોની તેમજ સર્વરોગોનું નિદાન,સારવાર કરવામાં આવી હતી. સર્વરોગની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરવામાં આવી હતી. કેમ્પને ભારત  સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી જીવદયા પ્રેમી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની શુભેચ્છા મળી રહી હતી.

કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ ટીલાળા,  શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મોરબી જિલ્લા અગ્રણી પ્રજ્ઞેશ પટેલ, રોટરી પ્રાઈમ પ્રમુખ પરીનભાઈ પટેલ, રાજદીપસિંહ જાડેજા, ભરતભાઈ ભીમાણી, જગદીશભાઈ ભીમાણી અને વિરાભાઈ હુંબલ સહીતનાઓએ હાજરી આપી, વિષયોક્ત માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના  સભ્ય ગીરીશભાઈનાં માર્ગદર્શનમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, કુમારપાળ શાહ, ધીરુભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસ ભરતભાઈ મહેતા, વિષ્ણુભાઇ ભરાડ સહીતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *