સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

- હાલમાં પણ 550 જેટલા માવતરો આશ્રય લઇ રહ્યા છે.
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સરગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે. આ અંગે વધુ માહિતી માટે સદભાવના વૃદ્ધાશ્રમ (મો. 80002 88888) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































