#Blog

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 11 માં વેબીનારનું આયોજન

  • અખિલ ભારત ગૌ સેવા ફાઉન્ડેશનનાં સ્થાપક અને પ્રમુખ બાલા કૃષ્ણ ગુરુસ્વામી ‘ગૌ હત્યા બંધ કરવા માટે પદયાત્રા’ વિષય પર માર્ગદર્શન આપશે

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.

ગોકુલમ – 11 માં અખિલ ભારત ગૌ સેવા ફાઉન્ડેશનનાં સ્થાપક અને પ્રમુખ બાલા કૃષ્ણ ગુરુસ્વામી ‘ગૌ હત્યા બંધ કરવા માટે પદયાત્રા’ વિષય પર માર્ગદર્શન આપશે. બાલા કૃષ્ણ ગુરુસ્વામી ગૌ હત્યા પ્રતિબંધ માટે સતત પ્રયાસો કરતા રહે છે. તેઓ ધર્મ અને ગાય માટે હૈદરાબાદથી નવી દિલ્હી, હૈદરાબાદથી તિરુમાલા 3 વખત, હૈદરાબાદથી અરુણાચલમ અને તમિલનાડુ, હૈદરાબાદથી યદાદ્રી વગેરે રાજ્યોમાં 20,000 કિલોમીટર ઉપર ચાલ્યા છે.

 આ વેબિનાર 16 સપ્ટેમ્બરે શનિવારનાં રોજ સવારે 11 કલાકે  ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે. વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે કરશે.     

વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *