મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 મો પરીચય મેળો. સમગ્ર ભારતભરમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 માં ‘પરીચય મેળા’ નું આયોજન તા.16/02/2025, રવીવારનાં રોજ સાંજે 5-00 કલાકેથી કરાયું છે. ઉમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળી જશે. પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી નિઃશુલ્ક રજીસ્ટ્રેશન તા. 10/02/2025, સોમવાર સુધીમાં કરી દેવું ફરજીયાત છે. નિઃશુલ્ક ઓનલાઈન ”શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઓનલાઈન પંસદગી સમારોહ” માં ભાગ લેવા માટે વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો. 98242 21999), સંજયભાઈ કકકડ (મો.91573 43799) પર તા. 10/02/2025, સોમવાર સુધીમાં મોકલી આપવા વિનંતી કરાઈ છે. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર ભારતભરમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) પરીચય મેળા’ની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર- નિઃશુલ્ક (મો. 94284 66663) પર બપોરે 12-00 થી 1-00 દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































