ગૌ રાષ્ટ્ર યાત્રાનો નવો તબક્કો : રાજકોટનું યોગદાન
ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું
તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ (રવિવાર) ના રોજ “ગૌ રાષ્ટ્ર યાત્રા” કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે પહોચી હતી. જ્યાં GCCI અને કિશાન ગૌશાળા દ્વારા ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ, GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ ના મેયરશ્રી નયનાબેન પેઢડીયા ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાવામાં આવ્યો હતો. “ગૌ રાષ્ટ્ર યાત્રા” નું સફળ નેતૃત્વ ભારતસિંહ રાજપુરોહિત (પ્રમુખ, પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા – AWARI), નરેન્દ્ર કુમાર (સ્થાપક, હિંદ રાઈઝ ગૌ સંવર્ધન આશ્રમ અને રાષ્ટ્રીય ગૌસેવક સંઘ), રોહિત બિષ્ટ (સ્થાપક, માટી ઈન્ડિયા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં મુખ્ય સહયોગી હર્ષદભાઈ ગુગુલિયા (સ્થાપક, કામધેનુ ગૌવેદ) સહિતની ટીમ કરી રહી છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” સ્વાગત સમારોહ પ્રસંગે “ગૌ રાષ્ટ્ર યાત્રા”ને ગૌ માતા, નંદી દેવ, ભારત માતા ના જયઘોષ ના નારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો, ગૌસેવકો, ખેડૂત ભાઈઓ બહેનોએ બિરદાવી હતી. ત્યારબાદ કિશાન ગૌ શાળાની મુલાકાત કરી કિશાન ગૌ શાળા દ્વારા કરવામાં આવતી ગૌ સેવાકીય પ્રવૃતિઑ વિષે માહિતી આપી અને ત્યાં જ તૈયાર કરવામાં આવતું ઓર્ગેનિક દાનેદાર ખાતર યુનિટ ની પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવો, ગૌસેવકો, ખેડૂત ભાઈઓ બહેનોને “ગૌ રાષ્ટ્ર યાત્રા” વિષે માહિતી આપવા અંગે નો કાર્યકમ રાખેલ હતો જેમાં રાજકોટ ના મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડૉ. વલ્લભભાઈ કથીરિયા,ચંદ્રેશભાઈ પટેલ – કિશાન ગૌ શાળા, રમેશભાઈ રૂપારેલીયા – ગીર ગૌ જતન સંસ્થાન, ગોંડલ, કચ્છથી આર.એસ.એસ.ની ગૌ સેવા ગતિવિધિના પ્રતિનિધિ શ્રી મેઘજીભાઈ હિરાણી,કાંતિભાઈ ભૂત – સહજાનંદ ગૌ શાળા, રમેશભાઈ ઠક્કર શ્રીજી ગૌ શાળા, ધીરેન્દ્ર કાનાબાર – સદભાવના બળદ આશ્રમ,પ્રખર ગૌ સેવક અને ઉદ્યોગપતિ હિરેનભાઈ હાપલિયા દ્વારા “ગૌ રાષ્ટ્ર યાત્રા” ને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ “ગૌ રાષ્ટ્ર યાત્રા”ના મહત્ત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ યાત્રા માત્ર ધાર્મિક કે પ્રતિકાત્મક કાર્યક્રમ નથી, પણ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણની આધારરશીલા છે. ગૌ માતા ભારતીય જીવન પદ્ધતિની આત્મા છે. જે માત્ર આપણા આહાર, કૃષિ અને આરોગ્યનું જ નહીં, પરંતુ રાષ્ટ્રીય આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ્ય વિકાસની પણ મુખ્ય કડી છે. આ યાત્રા દ્વારા જન જનને સંદેશો આપવામાં આવે છે કે જ્યાં સુધી ગૌ માતાનું સંરક્ષણ અને સંવર્ધન નહીં થાય, ત્યાં સુધી ભારતને સંપૂર્ણ રૂપે સમૃદ્ધ, સંસ્કારિત અને આરોગ્યપ્રદ રાષ્ટ્ર બનાવવું શક્ય નથી. ગૌ રાષ્ટ્ર યાત્રા એ એક આંદોલન છે, જે દેશના છેડા સુધી ગૌ આધારિત અર્થતંત્ર, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય ચિકિતત્સા, ગૌચર વિકાસ અને ગૌ ઉદ્યોગોને પુનઃસ્થાપિત કરવાની પ્રેરણા આપે છે. ડૉ. કથીરિયાએ જણાવ્યું હતું કે આ યાત્રા ભારતના ગામો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને જોડીને “ગ્રામ સ્વરાજ્ય” અને “રાષ્ટ્ર સ્વાભિમાન”ની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે એ પણ આહ્વાન કર્યું કે દરેક નાગરિકે આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીને ભારતને ફરીથી “ગૌ માતાના ચરણોમાં સમર્પિત રાષ્ટ્ર” બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. આ યાત્રા માત્ર ગૌ સેવા જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતિના કલ્યાણનો માર્ગ પણ પ્રશસ્ત કરે છે. આ અવસરે ખેડૂતો અને ગૌશાળાઓ માટે આત્મનિર્ભરતા નો મંત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધિત કરતાં AWRIના અધ્યક્ષ ભારતસિંહ રાજપૂરોહિતે ગૌમાતાના આર્થિક અને સામાજિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. ભારતસિંહ રાજપૂરોહિતજી એ ખાસ ભારપૂર્વક કહ્યું કે દેશી ગૌવંશના યોગ્ય સંચાલન અને ગૌ આધારિત કૃષિ પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. ભારતસિંહ રાજપૂરોહિતજીએ વિગતવાર સમજાવ્યું કે ગૌપાલનને માત્ર પરંપરાગત પ્રવૃત્તિ તરીકે નહિ, પણ એક સશક્ત અને લાભદાયક આર્થિક મોડલ તરીકે જોવુ જોઇએ, જે ગ્રામ્ય અર્થતંત્રની ધરતી બની શકે છે. રાજ્ય તેમજ દેશભરની ગૌશાળાઓ માટે આત્મનિર્ભર બનવાનો એક સ્પષ્ટ માર્ગ પણ દર્શાવ્યો. તેમણે જણાવ્યું કે ગૌશાળાઓ માત્ર ગૌવંશના આશ્રય સ્થાનોના રહે, પણ ગૌમૂત્ર, ગોબર તથા અન્ય ગૌ ઉત્પાદનના નિર્માણ કેન્દ્ર બને. આવી રીતે ગૌશાળાઓ દ્વારા આયુર્વેદિક દવાઓ, કારખાનામાં વપરાતા ઇન્પુટ, જીવાણુનાશક, નૈતિક વપરાશની વસ્તુઓ અને ઓર્ગેનિક ખાતર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરીને પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરી શકે છે અને એક સારો નફો પણ મેળવી શકે છે. જેના કારણે ગૌ સંરક્ષણનું કાર્ય નાણાકીય રીતે ટકાઉ અને આત્મનિર્ભર બની શકે છે. ઉપરાંત જણાવ્યુ કે “ગૌ રાષ્ટ્ર યાત્રા” ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, રાજ્યમાંથી પસાર થઈ ચુકી છે જે હાલ ગુજરાતમાં પ્રવેશી છે ગુજરાત પછી મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, કેરેલા રાજ્યોમાં પ્રવેશ કરશે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” યાત્રા દેશી ગૌવંશના સંરક્ષણ અને ગ્રામિણ ભારતની અર્થવ્યવસ્થાના પુન:ર્નિર્માણના હેતુ તરફ સતત આગળ વધી રહી છે અને દરેક પડાવ સાથે તેનો સંકલ્પ વધુને-વધુ મજબૂત બની રહ્યો છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” સ્વાગત સમારોહનું સમગ્ર સંચાલન જીસીસીઆઈ ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયંતિભાઈ તગવીયા, અરુણભાઈ નિર્મળ, રાજુભાઇ બાલક, જગદીશભાઈ હરિયાણી,વિનોદભાઈ કાછડીયા, કિશોરભાઈ વોરા, ડી.ડી. ઠુમર,પ્રવીણભાઈ પરસાણા નવનીતભાઈ અગ્રવાલ, માલદે ખીરસીયા, જીલેશભાઈ વીસલોરીયા, જગદીશભાઈ રાબડીયા, મોનીષભાઈ પાડલીયા,રવિભાઈ વોરા, હસુભાઈ ગડીયા, અશ્વિનભાઈ સરધારા, વિરલભાઈ પાદરીયા, સુરેશભાઈ અમીપરા, લવજીભાઇ , ગંગારામભાઈ, દિનેશભાઈ પટેલ, કિરણબેન માકડિયા,ડિમ્પલબેન ખેતાણી તેમજ અન્ય અનેક મહાનુભાવો અને ગૌભક્તોની ઉપસ્થિતિએ “ગૌ રાષ્ટ્ર યાત્રા” પ્રત્યેના જનસમર્થનની ઊંડાણ અને વ્યાપકતાનું પ્રતિબિંબ દર્શાવ્યું છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” અંગેની વિશેષ માહિતી માટે ભારતસિંહ રાજપુરોહિત (મો.9772923956), રવિ (મો. 9719763911) ઈ – મેઇલ : gousevaa@gmail.com , વેબ સાઇટ : www.gaurashtrayatra.com પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.