“ફ્રેન્ડ્સ ઑફ ટ્રાઈબલ્સ સોસાયટી અને એકલ અભિયાન દ્વારા ‘વનબન્ધુ પ્રજ્ઞા સરિતા’ અંતર્ગત આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાનીનું માર્ગદર્શન

આયુર્વેદ, ગૌ આધારિત જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચાર પર નવો અભિગમ
ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (Friends of Tribals Society) અને એકલ અભિયાન (Ekal Abhiyan) દ્વારા “વનબન્ધુ પ્રજ્ઞા સરિતા” શીર્ષક હેઠળ એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી 14મી સપ્ટેમ્બર, 2025ના રોજ, રવિવારે સવારે 11:30 કલાકે ઝૂમ એપ્લિકેશન મારફતે યોજાશે.
આ અવસરે મુખ્ય વક્તા તરીકે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના પ્રોવોસ્ટ તથા કુલગુરુ ડૉ. હિતેશ જાની ઉપસ્થિત રહેશે. તેઓ “અપના રસોઈ ઘર – અપના ઔષધાલય” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપશે. આ વિષય દ્વારા આપણા ઘરનું રસોઈઘર કુદરતી રીતે આરોગ્યપ્રદ જીવન જીવવા માટે કેવી રીતે ઔષધાલય બની શકે, તે અંગે મહત્વપૂર્ણ વિચારવિમર્શ થવાનો છે.
આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, તાલીમ નિષ્ણાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રશિક્ષિત સ્વયંસેવક, બી.જે.પી ગુજરાતનાં ભૂતપૂર્વ રાજ્ય સચિવ, જામનગર જિલ્લાનાં રોટરી ક્લબનાં ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને 4 દાયકાથી વધુનો ક્લિનિકલ અનુભવ છે. તેઓ પરંપરાગત આયુર્વેદ નાડી પરિક્ષણનાં નિષ્ણાંત છે. તેમણે આયુર્વેદ પંચગવ્ય અને ગર્ભવિજ્ઞાન પર વિસ્તૃત સંશોધન કર્યું છે. ડૉ. હિતેશ જાનીએ તેમની કારકિર્દી દરમિયાન આજ સુધી 40,000 થી વધુ દર્દીઓની સારવાર કરી છે. તેમણે પોતાના જીવનમાં ગૌ વિજ્ઞાન, ગર્ભ વિજ્ઞાન, લોકાર્યુવેદ જેવા વિષયોનું જ્ઞાન લોકોને આપ્યું. તેમણે આયુર્વેદ સંબંધિત ઘણા પુસ્તકો લખ્યા છે તેમજ ઘણા પબ્લીકેશનસ તેમના આર્ટીકલ નિયમિતપણે છાપે છે. તેમને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર, સ્વર્ગીય મોરોપંત પિંગળે ગૌસેવા પુરસ્કાર, શંકરાચાર્યજી દ્વારા ગૌચતુર્માસ પુરસ્કાર, આયુર્વેદ પ્રત્યે જાગૃતિ માટે લાયન્સ ક્લબ દ્વારા આયુર વિકાસ એવોર્ડ સહિતનાં સન્માનો પ્રાપ્ત થયા છે.
આ જ્ઞાનસભામાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, રમેશકુમાર મહેશ્વરી (રાષ્ટ્રીય અધ્યક્ષ – FTS), ત્રિભુવનપ્રસાદ કાબરા (વર્કિંગ પ્રેસિડેન્ટ – FTS), રૂપા અગ્રવાલ (જનરલ સેક્રેટરી), વિનિતા જાજુ (પ્રેસિડન્ટ – રાષ્ટ્રીય મહિલા સમિતિ) અને રસુ જૈન (નેશનલ કોઓર્ડિનેટર – FTS યુવા) ઉપસ્થિત રહેશે.
સમાજના સર્વાંગી વિકાસ અને આરોગ્ય જાગૃતિ માટે અવિરત કાર્યરત ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી હંમેશાં શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસાર માટે સમર્પિત રહી છે. આ કાર્યક્રમ દ્વારા કુદરતી જીવનશૈલી, ગૌ આધારિત જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચારના માર્ગદર્શનમાં નવો અભિગમ ઉભો થશે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે ઝૂમ પ્લેટફોર્મ પર Meeting ID: 889 0806 0789 અને પાસકોડ: 123 દ્વારા જોડાઈ શકાય છે.