અગ્રણી સમાજસેવક મિતલ ખેતાણીના સુપુત્ર, જીવદયા પ્રેમી ચિ. માનસ ખેતાણીએ ધોરણ ૧૦ માં CBSE બોર્ડમાં ૮૧% મેળવ્યા
જાહેર જીવનના વરીષ્ઠ સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઇ ખેતાણી તેમજ ગં.સ્વ. હરદેવી બેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી અને ડીમ્પલ ખેતાણીનાં સુપુત્ર, જીવદયા પ્રેમી ચિ. માનસ ખેતાણીએ ધોરણ ૧૦ માં CBSE બોર્ડમાં ૮૧% મેળવીને ખેતાણી પરીવારનું ગૌરવ વધાર્યું છે. ભવિષ્યમાં પશુ ડોકટર બનવાનું સ્વપ્ન સેવતા માનસ ખેતાણી હરહંમેશ જીવદયા, ગૌસેવા, પશુઓની સેવામાં જ અગ્રેસર રહે છે.
-માનસ મિતલ ખેતાણી મો. 98242 21999