ગૌ વિજ્ઞાન,આયુર્વેદ,પંચગવ્ય ચિકિત્સા વિષય પર ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની સંગોષ્ઠી યોજાશે
- પંચગવ્ય ચિકિત્સા સંગોષ્ઠીમાં દેશના ખ્યાતનામ વૈદ્યરાજો માર્ગદર્શન આપશે.
ગૌ વિજ્ઞાન, આયુર્વેદ, પંચગવ્ય ચિકિત્સા વિષય પર ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની સંગોષ્ઠી તા. ૨, નવેમ્બર, ગુરૂવાર થી તા. ૪ નવેમ્બર, શનિવાર દરમિયાન ગાયત્રીધામ, એ.બી. રોડ, સેંધવા (જલગાંવ, ઈન્દોર, ધુલીયાથી ૧૫૦ કિમીના) દરમ્યાન યોજાશે.
આ કાર્યક્રમમાં વૈદ્ય રાકેશજી શર્મા (ભારત સરકાર, નવી દિલ્હી), વૈદ્ય હિતેશજી જાની, વૈદ્ય આશુતોષ પાટણકર, વૈદ્ય ઓમપ્રકાશજી સિંહ, વૈદ્ય નંદીની ભોજરાજ, વૈદ્ય સુમિતા જૈન, વૈદ્ય પ્રજ્ઞાન ત્રિપાઠી, ડો. રામસ્વરૂપ ચૌહાણ, ડો. નારાયણ દક્ષિણકર, ડો. સંજય વાતે, ડો. મનીષ દેશમુખ, ડો. અભિષેક દેશમુખ, ડો.,આશીષ અગ્રવાલ, ડો. શ્રેયાંશ જૈન (બનારસ), ડો. કૃષ્ણમુર્તિજી, ડો. પ્રકાશ ઈટનકર, ડો. રાજપાલ કશ્યપજી પંચગવ્ય ચિકિત્સા વિષય પર પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદશન આપશે.
તા.૩ નવેમ્બરના રોજ ગોપાલભાઈ સુતરીયા દ્વારા ગૌઆધારીત સ્વાવલંબી ખેતી વિષયક માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમ અંતર્ગત, અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર રચનાત્મક કેન્દ્ર, ઋષિયુગમ કી દિવ્ય પ્રેરણા દ્વારા સંચાલિત ગૌમાતા સુરભીની તપોભૂમિ ગાયત્રી ધામ, આરણ્યક ગુરૂકુલ, પ્રાકૃતિક ચિકિત્સાલય, પંચગવ્ય, ગૌવિજ્ઞાન, સ્વાવલંબન, જળ તથા જમીન, સ્વાસ્થય સમૃધ્ધિ, સંસ્કૃતિ, સંસ્કાર, રાષ્ટ્રીય સદભાવના પ્રશિષણ મેરી માટી–મેરા દેશ, મેરા કર્તવ્ય, અખંડ પુરૂષાર્થ વિગેરે વિષયો વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
સમગ્ર આયોજનને ભારતીય ગૌવંશ રક્ષણ સંવર્ધન પરીષદ(નવી દિલ્હી), ગૌ વિજ્ઞાનશાળા, દેવલાપર, નાગપુરના સુનીલ માનસિંઘકાજી (પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારતીય જીવજંતુ કલ્યાણ બોડ, રાષ્ટ્રીય પંચગવ્ય અનુસંધાન સમિતી, રાષ્ટ્રીય ગૌવંશ આયોગ) માર્ગદર્શન આપી રહયાં છે.
કાર્યક્રમની વિશેષ માહિતી માટે રાજેશજી ગુપ્તા (ઈન્દોર) (મો.૯૮૨૬૦ ૨૨૨૮૦), અભયસિંહજી,(જલગાંવ) (મો.૯૫૫૨૨૧૧૦૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.