#Blog

મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથીવાજડી ગઢમા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નવનિર્માણ. 

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે રાજકોટ જીલ્લાનું વાજડી ગઢ પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે  સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા રીંગ રોડ પર ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી ઉઠશે. અને ખેડૂતોને ખેતી માં જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે તેથી પાક ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થાશે. તેથી ખેડૂતોની આર્થિક સ્મૃધિમાં વધારો થાશે.અને ભારત દેશમાં ખેતી પ્રધાન નું સ્લોગન સાર્થક થાશે.

સફળ ઉદ્યોગપતિ અને સફળ પારિવારિક ભાવનાથી સંયુક્ત પરિવાર ને સાથે રહી ને સમાજમાં ખુબ મોટા કાર્ય કરી શકે તેવા દાખલા બેસાડી શકે તેવા શ્રી મુકેશભાઈ પાબારી પરિવાર દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, તેનાથી સૃષ્ટિના સર્વશ્રેષ્ટ કાર્યમાં ખુબ મોટો ફાયદો થાશે જો આ રીતે સમાજના દરેક આગેવાનો, ઉદ્યોગપતિ, દાતાશ્રીઓ પોતાના વિચારોમાં ક્રાંતિ લાવી શકે દુનિયામાં કોઈ પણ દાન કરીએ પણ સર્વ શ્રેષ્ઠ દાન પાણીનું યોગ્ય જતન થાઈ તેવી સંસ્થામાં દાન અર્પણ કરવું જોઈએ.અને આપના જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે એ આપણે જાણીએ છીએ તો આપણે વારસામાં ધન,દોલત સંપતિ આપીએ છીએ પણ ખરેખર શુ આપવું જોઈએ તે આપણે નક્કી કરવું જોઈએ.

જત જણાવવાનું કે અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. તો આ કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈ તો આ કાર્ય અધરું નથી.

 આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, મુકેશભાઈ પાબારી, રીકીભાઈ પાબારી, રાજભાઈ  પાબારી, શરદભાઈ પાબારી, તેજપાલ પાબારી, દિનેશભાઈ પાબારી, શૈલેશભાઈ પાબારી, સંદીપભાઈ જોષી, સરપંચશ્રી ભુપેન્દ્રભાઈ જાડેજા, ઉપપ્રમુખશ્રી એભલભાઈ ડાંગર, પુંજાભાઈ સેગલીયા,રમેશભાઈ સેગલીયા, દેવાયતભાઈ, રતિભાઈ ખુંગલા, મહેશભાઈ તુષાણી, વિઠલભાઈ બાલધા, રતિભાઈ, પરેશભાઈ જોષી, ધીરુભાઈ કપુરિયા, મનસુખભાઈ વેકરીયા  તેમજ  દરેક ભાઈઓ હાજર રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *