મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે ગૌસેવાનો સંકલ્પ કરીએ

ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.
આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ.
ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?
- ભારતની દેશી કુળની ગાયનાં દૂધ, દહીં, ઘી જ ઉપયોગ કરીએ.
- પંચગવ્ય નીર્મિત દવાઓનો ઉપયોગ કરીએ.
- ગૌ આધારિત જૈવિક ખેતી અપનાવીએ.
- ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ.
- એક પરિવાર થકી એક ગાયનું પાલન પોષણ કરીએ.
- ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.
- ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ.
- ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ.
- માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલવિધિ અપનાવીએ.
- જન્મદિવસ, લગ્ન સંસ્કાર તેમજ અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ.
- દિકરીને એક ગાયનું દાન આપીએ.
- ગોપાલકોને આદર અને સન્માન આપીએ.
- ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ.
- દરરોજ ગૌમાતાનાં દર્શન કરીએ.
- વર્ષમાં અનેક વખત ગૌશાળા-પાંજરાપોળોની મુલાકાત લઈએ.
- ગૌ ઉત્સવો જોરોશોરોથી ઉજવવાની શરૂઆત કરીએ.
- ગૌ સેવા અર્થે પ્રકાશિત થતી પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ તેમજ મીડિયામાં ગૌસેવાનો પ્રચાર કરીએ.
- ગૌ રક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતનાં ગૌસેવાનાં તમામ કાર્યોમાં સહયોગ આપીએ.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)