શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા સ્વ. વીર ભરતભાઈ કોઠારીની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સ્મારક અનાવરણ સમારોહનું આયોજન

જીવદયા દિવસ નિમિત્તે ઉપસ્થિત રહેવા તમામ જીવદયા પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ
શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા સ્વ. વીર ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં આયોજિત જીવદયા દિવસ નિમિત્તે તેમની પાંચમી પૂણ્યતિથિના અવસરે ભવ્ય સ્મૃતિ સ્મારક અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 26 ડિસેમ્બર શુક્રવાર 2025ના રોજ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, ચિત્રાસણી રોડ, કાંટ, ડીસા ખાતે યોજાશે. આ જીવદયા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના શુભ હસ્તે સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરવામાં આવશે.
કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 કલાકે રોડ તથા ખડંચાની અર્પણ વિધિથી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 9:50 કલાકથી જીવદયાવીર સ્વ. વીર ભરતભાઈ કોઠારીને સ્મરણાંજલિ આપવામાં આવશે, સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરવામાં આવશે, ત્યારબાદ ભોજન પ્રસાદ તથા પાંજરાપોળની મુલાકાત જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ જીવદયા દિવસ નિમિત્તે ઉપસ્થિત રહેવા તમામ જીવદયા પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના મુખ્ય લાભાર્થી તરીકે શાંતાબેન અમૃતલાલ ચુનીલાલ કોઠારી પરિવાર તથા નુતનબેન ભરતભાઈ કોઠારી પરિવાર છે. શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ પરિવાર દ્વારા આ સ્મૃતિ સ્મારક કાર્યક્રમમાં વધુમાં વધુ જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહે અને સ્વ. વીર ભરતભાઈ કોઠારીના સેવાભર્યા જીવનને યાદ કરીને જીવદયાના કાર્યને વધુ વેગ આપવામાં આવે તે માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે ભરતભાઈ વારિયા (મો. 9428194653) અને રાજુભાઈ (મો. 9824012258) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































