રાજકોટ જીલ્લાનું ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.

રાજકોટ જીલ્લાનું લોધિકા તાલુકાનું ચાંદલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.
જેન્તીભાઈ સરધારા એ જણાવ્યું હતું કે પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે. જો આપણે આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો ભવિષ્યમાં ખેતી અને પીવાના પાણી માટે મોટી કટોકટી સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે જ્યારે ગામના લોકો સાથે મળીને “લોક ભાગીદારી” થી કામ કરે છે, ત્યારે જ જળ સંચયના કાર્યો સફળ થાય છે. ગામનું પાણી ગામમાં જ રહેવું જોઈએ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.
આ ગ્રામસભામાં કોલડા ગામના સરપંચ શ્રી ચેતનભાઈ મોરડ, તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ, રા.લો.સંધ ડીરેકટર મનસુખભાઈ સરધારા, જેન્તીભાઈ સરધારા, સુરેશભાઈ પીપળીયા, હરેશભાઈ પીપળીયા, મોહનભાઈ ખૂટ તેમજ સમસ્થ ગ્રામજનો ભાઈઓ હાજર હતા.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































