બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

વિદેશમાં ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં માટે મોકલાવાઈ રહેલા 289 બકરાઓને જીવતદાન
ફ્લાઈટ દ્વારા સાઉદી અરેબિયામાં કતલ માટે શેખ અફસર અહમદ અબુબકર ઓથોરિટી દ્વારા મેસર્સ એસપી એક્સપોર્ટ્સના નામે 289 બકરાઓને દહિંસર ચેકનાકા પાસે સ્વૈચ્છિક સંસ્થાના મહિલા ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આશીષ બારીક, શશીકાંત ચાંડક, પ્રદીપ પાંડે તેમ જ શ્રી વર્ધમાન પરિવારની લીગલ ટીમના કમલેશભાઈ આદિ અનેક કાર્યકરોની મહેનતથી બકરાઓને જીવતદાન અપાવવામાં આવ્યું છે. આ અંગે બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં 343/2025 નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ રઘુવીર માનવતા ગૌરક્ષા સેવા પશુઆશ્રમ ગૌશાળા દ્વારા ફાઈલ કરવામાં આવ્યો હતો. જેનો આદેશ આપતાં બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટે 26મી કોર્ટના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા આ પશુઓની કસ્ટડી સ્વૈચ્છિક સંસ્થાઓને આપવા આદેશ કરવામાં આવ્યો હતો અને કેસ ચાલે ત્યાં સુધી પ્રતિદિન 100 રુપિયાનો ખર્ચો આપવા આદેશ આપવામાં આવ્યો છે. સહારા એરપોર્ટ પરથી 750 પશુઓ ની કતલ માટે નિકાસ કરવાની હતી પરંતુ આ 289 પશુઓને અધવચ્ચેથી પકડી લેવામાં આવતા ઝૂમ એરલાઈન્સની આખી ફ્લાઈટ ટર્મિનસ – 2 પરથી રદ કરવામાં આવી હતી. અને બધા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા જેથી તેમને અભયદાન મળ્યું હતું. આગામી સમયમાં કેસની વધુ સુનાવણી રોજિંદા ખર્ચના વળતર માટે આગળ સાંભળવામાં આવશે.
-અતુલકુમાર વ્રજલાલ શાહ

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































