રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ
શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રના બે અલગ–અલગ જીલ્લાઓ ખાતે તા. 1 જૂન, રવિવારના રોજ સવારે 10-00 કલાકેથી શ્રીહરી ગોપાલ ગૌશાળા, સદગુરૂ ધામ, તેલવાડી, કન્નડ, જિલ્લો સંભાજીનગર ખાતે પશુઓના ઘાસચારા રાખવાના ગોડાઉનનું લોકાપર્ણ, બપોરે 01-30 કલાકે માઉલી ગૌશાળા ખાતે પશુ આશ્રય શેડનું લોકાપર્ણ તથા બપોરે 03-30 કલાકે ગૌરક્ષા સમિતી માલેગાંવ, જિ. નાસીક ખાતે પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના ડો. સુનીલ સુર્યવંશી, મનીષજી વર્મા, ઉધ્ધવ નેરકરજી ખાસ ઉપસ્થિત રહેશે તથા શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ શાહ (જરીવાલા) તથા ટ્રસ્ટીગણ, જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે જેમાં અબોલ – મુંગા જીવો માટે સતત ખડેપગે વર્ષોથી ગુજરાત – મહારાષ્ટ્રની પાંજરાપોળને ચારાથી લઈને શેડો, ગમાણ, ચબૂતરાઓ બનાવી આપે છે અને એ રીતે એક ભગીરથ સેવાનું કામ કરે છે. દર વર્ષે ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં બાડમેર, સિરોહી, પાલી (રાજસ્થાન) રણ અને જંગલ વિસ્તારમાં દરરોજ પાણીના ટેન્કરની સેવા પૂરી પાડી રહ્યા છે. ગુજરાતનાં દરેક ગામમાં પક્ષીઓ માટે ચબુતરા બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં 15 થી વધારે ચબુતરાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમજ અબોલ જીવો માટે વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો પહોંચડવામાં આવે છે. ઉનાળાની ગરમીની સીઝન માં તેમજ ચોમાસામાં વરસાદની ઋતુમાં અબોલ જીવોને આજીવન શાતા મળી રહે તે માટે તે માટે વિવિધ પાંજરાપોળમાં શેડનું નિર્માણ કરી આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ શાહ (જરીવાલા) (M.99204 94433) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.