મરાઠી શાન, આમચી માન ; શિવાજી અશિહી જાન
જ્યારે તમારું મનોબળ દ્રઢ હશે ત્યારે પર્વત જેવી આફત અને સંઘર્ષ પણ માટીનાં ઢગલા સમાન લાગશે – શિવાજી મહારાજ
દર વર્ષે 19 ફેબ્રુઆરીનાં રોજ મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 1870માં મહાત્મા જ્યોતિરાવ ફુલેએ કરી હતી બાદમાં સ્વાતંત્ર સેનાની બાલ ગંગાધર તિલકે જયંતિની ઉજવણીની પરંપરા આગળ ધપાવી અને તેમના યોગદાનને પ્રકાશિત કરતાં શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી. શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ 30, 1551/ ગ્રેગોરિયન ફેબ્રુઆરી 19, 1630નાં રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી એક એન્ક્લેવ બનાવ્યું જે મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી. 16 વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરના કિલ્લા પર કબજો કર્યો અને 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. તેમણે સ્વતંત્રતા ચળવળ દરમિયાન બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શિવાજી મહારાજે તે સમયમાં સામાન્ય પર્શિયનનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતનાં ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. તે દેશનાં શૌર્યપુત્રોમાંનાં એક હતા, જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ તેમના અદભૂત શાણપણ માટે જાણીતા હતા. તેઓ પહેલા ભારતીય શાસકોમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હતી. તેમનાં જીવન પર કેટલાંક નાટકો પણ લખાયા છે. તેમની બહાદુરી અને યોગદાન હંમેશાં લોકોને હિંમત આપે છે.
મરાઠી શાન, આમચી માન ; શિવાજી અશિહી જાન
જ્યારે તમારું મનોબળ દ્રઢ હશે ત્યારે પર્વત જેવી આફત અને સંઘર્ષ પણ માટીનાં ઢગલા સમાન લાગશે – શિવાજી મહારાજ
- મિત્તલ ખેતાણી (મો. 98242 21999)