શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન.

શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન.
ગૌમાતાના લાભાર્થે અને શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન કરેલ છે. કથાનું સ્થળ શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક છે. “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”ની શોભાયાત્રા તા: 05 જુન ગુરુવાર બપોરે શ્રી દ્વારકાધીશ મંદિરથી કથાના સ્થળ સુધી રહેશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો સમય સાંજના 4:00 વાગ્યાથી 7:00 સુધીનો રહેશે. છેલ્લા વરસોમાં શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની સ્થાપના કરી છે જેને ISO 9000 સર્ટીફીકેટ લંડનની સંસ્થાએ આપ્યું છે જે દ્વારકા માટે એક કલગીરૂપ છે. ગૌસેવા થકી છેલ્લા બે વર્ષમાં 700 થી વધુ ગાયોના ઓપરેશન, 400 થી વધુ ગાયોની લમ્પીની સારવાર અને ગૌશાળાની એમ્બ્યુલન્સ દ્વારકાથી ૧૦૦ કિમીથી બીમાર ગાયોને લાવીને તેની સારવાર કરેલ છે. શ્રી દ્વારકા ગૌ શાળા ભારતભરની ગૌ હોસ્પિટલ માટે એક મોડલ રૂપ ગૌ શાળા છે. એસી આઇસિયું, એસી ઓપરેશન થિયેટર, પરિક્રમા માર્ગ, એમ્બ્યુલન્સ સેવા વગેરે આધુનિક સાધનો થી સજ્જ છે. આપણી સહયોગી સંસ્થા પરમાત્મા ચેરિટેબલ ટ્રસ્ટ જે દ્વારકાની અંદર સ્થિત છે અહીયાં નાના નાના પ્રાણીઓ જેવા કે ખિસકોલી, સસલા, ચકલીઓ તથા અન્ય પક્ષીઓ ની સારવાર કરી નિભાવ કરવામાં આવે છે. આપણાં ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાતમાં ભાભર, દૂધવા, ગાંધીનગર, અમદાવાદ (બાકરોલ) માં ગૌ સેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે. અને હજી અનેક ગૌ શાળાના નિર્માણ કાર્યો ચાલુ છે. સંસ્થાનું એકજ લક્ષ્ય છે કે સમગ્ર ગુજરાતમાં એકપણ ગાય સારવારના અભાવે દુખી ના થાય, એકપણ ગાય રખડતી કે પ્લાસ્ટિક, કચરો ખાતી જોવા ના મળે, સરકાર શ્રી અમારી મદદ કરે તો ગૌ અભ્યારણ ઊભું કરવાની અમારી ઈચ્છા છે. ગૌમાતા માટે કરેલા દાનનું અસંખ્ય ગણું ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા એ આપના માટે પુણ્ય કમાવાનો સુવર્ણ અવસર છે. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમ્યાન પિતૃ તર્પણ પોથી માટે રાજુભાઇ હિન્ડોચા મો. ૯૮૯૮૧ ૪૮૧૫૦, કે.જી હિન્ડોચા મો. ૯૭૨૫૦ ૨૯૮૪૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે. કથામાં અનેક ગૌશાળાના ગૌપાલકો અને અતિથિઓની ઉપસ્થિતિ રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ એ એક એવો પવિત્ર પ્રસંગ છે જે ભક્તિ, સેવા અને સમાજ સુધારણાને એકસાથે જોડે છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં ડૂબી શકશે અને ગૌમાતાની સેવા દ્વારા પુણ્ય કમાઈ શકશે. શ્રીમદ્ ભાગવત પુરાણ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથોમાંનું એક છે, જે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, ભક્તિનું મહત્વ અને જીવનના સાચા માર્ગનું વર્ણન કરે છે. આ સપ્તાહ દરમિયાન ભક્તોને ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર મળશે, જે તેમના મનને શાંતિ અને આત્માને પવિત્રતા પ્રદાન કરશે. આ કાર્યક્રમ દ્વારા ગૌમાતાની સેવા અને રક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે હિન્દુ સંસ્કૃતિમાં ગૌમાતાના મહત્વને દર્શાવે છે. ગૌસેવા એ ધર્મ અને ભક્તિનું એક મહત્વપૂર્ણ અંગ છે, અને આ જ્ઞાનયજ્ઞ દ્વારા ભક્તોને આ કાર્યમાં સહભાગી થવાનો અવસર મળશે. આવા ધાર્મિક કાર્યક્રમો સમાજને એકસૂત્રમાં બાંધવાનું કામ કરે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દ્વારા નગરવાસીઓ અને આસપાસના વિસ્તારોના લોકો એકઠા થશે, જે સામાજિક એકતા અને સંવાદને પ્રોત્સાહન આપશે. ગૌશાળાની સેવા અને રક્ષણ માટે દાનની પહેલ દ્વારા સમાજમાં પરોપકાર અને સેવાભાવની ભાવના જાગૃત થશે. આવો, આ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થઈએ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરીએ. જય શ્રી ગોપાળ! આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સ્વામી નિલેશાનંદજી, રામજીભાઇ મજીઠિયા, મહેશભાઇ ગોકાણી, વિજયભાઇ ભાયાણી, શૈલેષભાઇ ઘઘડા, ડૉ રવિભાઈ વરોતરિયા, નરેન્દ્રભાઈ કક્કડ તથા અન્ય આત્મીય સ્વયંસેવકો અને ગૌ શાળા ના પરિવારજનો એ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. કથા સ્થળ : શ્રી દ્વારકા ગૌ શાળા કમિટી, ભથાણ ચોક, મુ. દ્વારકા જી. દેવભૂમિ દ્વારકા તારીખ : ૫ જૂન ૨૦૨૫ ગુરુવાર થી ૧૧ જૂન ૨૦૨૫ બુધવાર સુધી, રોજ સાંજે ૪ કલાકે થી આ શ્રીમદ ભાગવત સપ્તાહ માં પધારવા જાહેર આમંત્રણ છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































