14 સપ્ટેમ્બર, “વૃષભોત્સવ – પોલા”
- કિંમતી વૃષભમાં અપાર ક્ષમતા હોય છે, ગૌ વંશની ભાવિ સંતતિનું બીજ ધરાવે છે જે મૂલ્યવાન પંચગવ્ય આપે છે – અથર્વ વેદ
આજે વૃષભ સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યની મેષ રાશિથી વૃષભ રાશિમાં થતું પરિવર્તન દર્શાવે છે. સંસ્કૃતમાં વૃષભ શબ્દનો અર્થ વૃષભ એટલે કે શિવજીનાં નંદી થાય છે. આ દિવસે વૃષભની પૂજા કરવી અને તેને યોગ્ય લોકોને દાન આપવું શુભ માનવામાં આવે છે. અથર્વ વેદમાં જણાવવામાં આવ્યું છે કે કિંમતી વૃષભમાં અપાર ક્ષમતા હોય છે અને તેઓ ગૌ વંશની ભાવિ સંતતિનું બીજ ધરાવે છે જે મૂલ્યવાન પંચગવ્ય આપે છે. વૃષભ સંક્રાંતિ અને એકદાશીનાં સંયોગને સ્કંદ પુરાણમાં મહાપર્વ કહેવામાં આવ્યો છે. આ દિવસે કરેલા શુભ કાર્યોથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરશે. વર્તમાન સમયમાં ઘણા વૃષભ જન્મતાની સાથે જ કતલખાને મોકલી દેવામાં આવે છે અથવા રસ્તા પર એમનેમ જ ફરતા મૂકી દેવામાં આવે છે. નંદીને લઈને બધી જ વૈદિક પ્રણાલીઓ તૂટી ગઈ છે. લોકો શિવ મંદિરમાં જઈને નંદીના કાનમાં પોતાની ઇચ્છાઓ તો જણાવે છે પણ ખરેખર તેનું રક્ષણ કરવા કોઈ કશું કરતું નથી. કૃષિના આધુનિકરણથી ખેતરોમાં હવે નંદીનો ઉપયોગ લોકોને વ્યર્થ લાગી રહ્યો છે. ગાયથી પણ વધુ વૃષભનું ગોબર અને ગૌમુત્ર પરંપરાગત ખેતી અને આયુર્વેદમાં વિવિધ દવાઓ બનાવવા માટે ખૂબ ઉપયોગી હોય છે. મોર્ડન રિસર્ચ અને યુનાઈટેડ નેશન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડેરી ઉદ્યોગમાં ક્યાંક ક્યાંક જોવા મળતી અનૈતિકતા અને બીફ ઉદ્યોગ પર્યાવરણમાં થતા અનિચ્છનિય ફેરફારનું સૌથી મોટું કારણ છે. ખેતીમાં ટ્રેકટરના ઉપયોગથી માટીની સંરચના ધીમે ધીમે બગડી રહી છે. જેનાથી પાકનું ઉત્પાદન ઓછું થાય છે. મિત્તલ ખેતાણી (મો. 98242 21999)