ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસે “જળસંચય જાગૃતિ અભિયાન” માટે મહારેલીનું આયોજન.

Blog

જાહેર જનતામા જળ સંરક્ષણ વિશે જન જાગૃતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવા તથા ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.
વિશ્વ જળ દિવસ દર વર્ષે ૨૨ માર્ચ ના રોજ જળ સંરક્ષણ અને પાણીનું જતન અંગે જન જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંકટ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર પડતા અસરકારક પ્રભાવોને ઉજાગર કરવાનો રહેશે. આ દિવસ આપણને જળ સંસાધનોનો સચોટ ઉપયોગ કરવા અને વરસાદી પાણી સંચય જેવી તકનીકો અપનાવવા માટે પ્રેરિત કરે છે, જળ છે તો જીવન છે, અને તેને બચાવવું એ આપણી સૌની જવાબદારી છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ રેલી દ્વારા વિદ્યાર્થીઓમાં જળ સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસિત થશે તેમજ તેઓ સમાજમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરાઈ શકશે સ્કુલ/કૉલેજ માંથી વિદ્યાર્થીઓ તેમજ સમાજના પ્રકૃતિ પ્રેમી લોકો અને ઉદ્યોગપતિ અને બોવધિક લોકો આ રેલીમાં ભાગ લઈ અને સમાજના અનેક લોકોને વરસાદી પાણીનું મહત્વ સમજાવવા પ્રયાસો કરશે. જળ સરક્ષણ અંગેની રેલી રાજકોટ ના રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવશે. ૨૨ માર્ચ, શનિવાર, સવારે ૭:30 કલાકે બહુમાળી ભવન પાસે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા ના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ને વંદન કરીને રેલીનું સંબોધન કરીને પ્રસ્થાન કરાવશે જેમાં રાજકોટ ના રેસકોર્સને રીંગ રોડ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરીને સરદાર સરોવર બહુમાળી ભવન ખાતે સમાપન કરવામાં આવશે. તો આ રેલીમાં રાજકોટની જાહેર જનતાને જોડાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *