#Blog

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.27
સપ્ટેમ્બર, શનિવાર 2025 ના રોજ દિવ્યાંગ મૂંગા-બધિર બાળકો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષોથી દિવ્યાંગ મૂંગા-બધિર બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે અવિરત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા બાળકોને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.

આ વર્ષે પવિત્ર નવરાત્રી મહોત્સવ નિમિત્તે શાળાના દિવ્યાંગ, મૂંગા બાળકો દ્વારા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. 27
સપ્ટેમ્બર, શનિવાર 2025, ના રોજ રાત્રે 08:00 કલાક થી 12:00 કલાક સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો દ્વારા સંગીતના તાલે તાલબદ્ધ ગરબા-રાસનું આયોજન શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા, ઢેબર રોડ, સ્વામીનારાયણ ગુરુકુલ પાસે, પાણીની ટાંકી બાજુમાં, રાજકોટ ખાતે સંસ્થાના પટાંગણમાં કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકો સાંભળી શકતા નથી, બોલી શકતા નથી, છતાં તેમની કલા, ભાવના અને લાગણીઓ સંગીતના તાલ સાથે અભિવ્યક્ત થાય છે. તેમના હાવભાવ, મુદ્રા અને નૃત્ય દ્વારા વ્યક્ત થતી ભાવનાઓ દર્શકોને ભાવવિભોર કરી દે તેવી છે. આ કાર્યક્રમ દ્વારા સમાજને એક પ્રેરણાદાયી સંદેશ મળે છે કે “ક્ષમતાઓ શરીરના અવરોધોથી અટકતી નથી, સાચી ઇચ્છાશક્તિ હોય તો પ્રગતિનો માર્ગ ખુલ્લો રહે છે.” શહેરની ધર્મપ્રેમી જનતાને આ દિવ્યાંગ બાળકોની અનોખી અર્પણાભાવથી કરાતી માતા જગદંબાની આરાધના નિહાળવા માટે આ પાવન નવરાત્રીના પ્રસંગે રજનીભાઈ જી. બાવીશી (પ્રમુખ),ડૉ. નરેન્દ્રભાઈ જી.દવે (માનદ્દમંત્રી), પ્રશાંતભાઈ કે. વોરા (ટ્રેઝરર),(RSVP ,9374161616) દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ દ્વારા આ નવરાત્રી મહોત્સવ નિમિત્તે દાતાશ્રીઓને અપીલ કરવામાં આવે છે કે બાળકોના શિક્ષણ, ભોજન, રહેઠાણ તથા સર્વાંગી વિકાસ માટે દાન આપી આ પવિત્ર કાર્યમાં સહભાગી બને. દાતાઓ માટે વિશિષ્ટ યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં નાસ્તો કરાવવા માટેનું અનુદાન ₹3,000/-, એક વખતનું સાદુ ભોજન કરવવાનું અનુદાન ₹5,000/-, એક વખતનું મીઠું ભોજન કરવવાનું અનુદાન ₹7,500/-, દિવ્યાંગ વિદ્યાર્થીને દત્તક લેવામાં માટે ₹25,000/-નું અનુદાન, તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે આપની લાગણી મુજબ અનુદાન આપવાની સુવિધા ઉપલબ્ધ છે.

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટને દાન આપવા માટે સંસ્થાની બેંક ડીટેઈલ્સ રાજકોટ યસ બેંક લીમીટેડ A/c No.  071494600000199 (INR) તથા IFCS CODE: YESB0000714 છે.

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટની વધુ માહિતી માટે પ્રવીણભાઈ ચૌહાણ (મો. 816 069 6600) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *