#Blog

જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ જીવદયા પ્રવૃત્તિઓ સાથે કરી મેયર નયનાબેન પેઢડીયાના જન્મદિન નિમિતે એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાયુ

રાજકોટ શહેરના જીવદયા પ્રેમી તથા રાજકોટના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડીયાના જન્મદિન નિમિત્તે રેસકોર્ષ રીંગ રોડ સ્થિત મેયર બંગલા ખાતે પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા અને માળા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની શરૂઆત સાથે ધોમધખતા તાપમાં અબોલ પશુ-પક્ષીઓને પાણી અને આશ્રય મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 22 વર્ષથી એનીમલ હેલ્પલાઈન કાર્યરત છે અને અબોલ પશુ-પક્ષીઓની સેવા માટે સતત કાર્ય કરી રહી છે. રસ્તે રઝળતા, નિરાધાર અથવા બિમાર પશુઓ તેમજ રોડ અકસ્માતમાં ઘવાયેલા પશુ-પંખીઓને વિનામૂલ્યે સારવાર અને ઓપરેશનની સુવિધા આપવામાં આવે છે. રેલવે ટ્રેક પર ઘવાયેલી ગાયો સહિત અનેક પશુઓને સમયસર બચાવી સારવાર આપવામાં આવે છે.
એનીમલ હેલ્પલાઈન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ હરતું-ફરતું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ઋતુ મુજબ દરરોજ 5 થી 15 ગુણી ચણ પક્ષીઓને ખવડાવવામાં આવે છે. શહેરના અંદાજે 25 વિસ્તારોમાં દરરોજ 250 લીટર દૂધ અને 50 કિલો લોટની રોટલી તૈયાર કરી 700થી વધુ શ્વાનોને ભોજન આપવામાં આવે છે. ઉપરાંત નાના જીવજંતુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં દરરોજ 15 કિલો કીડીયારૂ કીડીઓને આપવામાં આવે છે, 40 કિલો લોટની ગોળી બનાવી માછલીઓને ખવડાવવામાં આવે છે અને 30 કિલો મકાઈના ડોડા ખિસકોલીઓને આપવામાં આવે છે. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષભર નિયમિત રીતે કરવામાં આવે છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈનના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠક્કર, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *