કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણા ના સહયોગથી જુના બાદનપુર માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે અમરેલી જીલ્લાનું કુકાવા તાલુકાનું જુના બાદનપુર ગામે વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન કરવા માટે યુવા ઉદ્યોગપતિ કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી ઉઠશે. અને ખેડૂતોને ખેતી માં જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે તેથી પાક ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થાશે. તેથી ખેડૂતોની આર્થિક સ્મૃધિમાં વધારો થાશે.અને ભારત દેશમાં ખેતી પ્રધાન નું સ્વપન સાર્થક થાશે. યુવા ઉદ્યોગપતિ અને સફળ પારિવારિક ભાવનાથી સંયુક્ત પરિવાર ને સાથે રહી ને સમાજમાં ખુબ મોટા કાર્ય કરી શકે તેવા દાખલા બેસાડી શકે તેવા શ્રી કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણા દ્વારા ૨ વર્ષ પહેલા પણ ચેકડેમોનું નિર્માણ કરેલ જે કાર્ય થઈ રહ્યું છે, તેનાથી સૃષ્ટિના સર્વશ્રેષ્ટ કાર્યમાં ખુબ મોટો ફાયદો થાશે જો આ રીતે સમાજના દરેક આગેવાનો, ઉદ્યોગપતિ, દાતાશ્રીઓ પોતાના વિચારોમાં ક્રાંતિ લાવી શકે દુનિયામાં કોઈ પણ દાન કરીએ પણ સર્વ શ્રેષ્ઠ દાન પાણીનું યોગ્ય જતન થાઈ તેવી સંસ્થામાં દાન અર્પણ કરવું જોઈએ. અને આપના જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે એ આપણે જાણીએ છીએ તો આપણે વારસામાં ધન,દોલત સંપતિ આપીએ છીએ પણ ખરેખર શુ આપવું જોઈએ? તે આપણે નક્કી કરવું જોઈએ. જત જણાવવાનું કે અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. તો આ કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈ તો આ કાર્ય અધરું નથી. આ કાર્યક્રમમાં જુના બાદનપુર ગામના જયસુખભાઈ ગજેરા, એભલભાઈ લાવડીયા, રમેશભાઈ ધાનાણી, ભાવેશભાઈ ગજેરા, અરવિંદભાઈ લાવડીયા, દલસુખભાઈ દુધાત તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ હાજર રહયા હતા.