#Blog

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીનો તા. 8, ઓગસ્ટ, શુક્રવારનાં રોજ 50 મો જન્મદિન

અનેક વિધ સદકાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરાશે.

સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્વ. નરોતમભાઇ ખેતાણીનાં સુપુત્ર, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ, નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન,વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રનાં પ્રમુખ, તથા વૈશ્વીક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનનાં સંગઠન મંત્રી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીનાં ટ્રસ્ટી, સમગ્ર વિશ્વનાં રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદનાં પૂર્વ જોઇન્ટ સેક્રેટરી, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટના પ્રમુખ તેમજ વિવેકાનંદ યુથ કલબ, વિવિધ ગૌશાળાઓ, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન સહિતની અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય એવા યુવા સમાજસેવી મિતલ ખેતાણીનો તા. 08, શુક્રવારનાં રોજ 50 મો જન્મદિન છે. અનેક વિધ સદકાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરાશે. માનવ ધર્મનાં મહાન પ્રણેતા સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજમાં મિતલ ખેતાણી અનન્ય શ્રધ્ધા ધરાવે છે. બાલ્યાવસ્થાથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા મિતલ ખેતાણીનું ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ સન્માન થઇ ચૂકયું છે. ભારત ભામાશા પૂ. દીપચંદભાઇ ગારડીનાં વરદ હસ્તે, તેમનાં જ નામ સાથે જોડાયેલાં સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠિીત ‘ગારડી એવોર્ડ’ મિતલ ખેતાણીને મળી ચૂકયો છે. ચિત્રલેખા દ્વારા સને–૨૦૧૫માં ‘’યુવા પ્રતિભા’’ તથા 2025માં ભારતના ગૃહમંત્રીશ્રી અમીતભાઈ શાહ સાહેબની ઉપસ્થિતિમાં “યુવા પ્રતિભા’ અને વૈશ્વીક ગુજરાતી તરીકે વિશેષ લેખ પણ પ્રકાશીત થયેલ હતો. લેખક, કવિ એવા મિતલ ખેતાણી સારા વકતા પણ છે. ‘’ઓમ ઓનલી ન્યુઝ’’ ની પણ શરૂઆત મિતલ ખેતાણી કરી છે. સાત વર્ષ પૂર્વે, દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઇને 7000 જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલાં 7 કેટલ કેમ્પોનાં સંચાલનમાં નિમીત બનેલા મિતલ ખેતાણી જન્મદિનનાં મંગલ પ્રસંગે ખાસ કરીને બાળકો–તરૂણો, યુવાનોમાં શાકાહારનો પ્રચાર-પ્રસાર થાય, માંસાહારનો ત્યાગ થાય તેવાં ઉમદા હેતુથી ‘’ વેજીટેરીયન સોસાયટી’’ ને વધુ ધમધમતી કરશે. આઈ ટુ આઈ મીડીયા, એચ.ડી.એફ.સી., એરટેલ સહીતનાં કોર્પોરેટ સેકટરમાં સીનીયર મેનેજમેન્ટ ક્ષેત્રે 15 વર્ષનો અનુભવ ધરાવતાં તેમજ અમેરીકા, યુરોપ, મીડલ ઈસ્ટ, નેપાળ સહિતનાં દેશોમાં અનેકવિધ નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલાં–સન્માનીત થયેલા ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયર મિતલ ખેતાણી વ્યવસાયે ‘શાલીભદ્દ ડ્રીમ્સ’’ રેસીડેન્સીયલ પ્લોટીંગનાં લેન્ડ ડેવલોપર્સ છે. સમગ્ર વિશ્વની 30 લાખથી વધુ લોહાણાઓનું પ્રતિનિધીત્વ કરતી રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પણ “વૈશ્વીક રઘુવંશી પ્રતિભા’ અને ‘’શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવક’’ તરીકેનો ઇન્ટરનેશનલ, અતિ પ્રતિષ્ઠિીત એવોર્ડ વૈશ્વીક અગ્રણીઓની ઉપસ્થિતીમાં, બે વાર મિતલ ખેતાણીને અપાઈ ચૂકયો છે.
દિલ્હીનાં ગાંધી સ્મૃતિ મંદિર ખાતે ‘’જીવદયા રત્ન’ એવોર્ડ પણપ્રાપ્ત થયો છે. સમાજમાં હકારાત્મકતા ફેલાય, ડીઝીટલ ટેકનોલોજીનો જ મહતમ સપયોગ થાય તેવા પવિત્ર અને ઉમદા આશયથી ‘’ઓમ ઓનલી ન્યુઝ’’ મીડીયા ચેનલનો શુભારંભ કર્યો છે. જીવનસંગીની ડીમ્પલ, સુપુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્થિતીમાં અને ગં.સ્વ. માતુશ્રી હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનાં આશીર્વાદ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવદયા—ગૌસેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્દ નારાયણનાં લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવતાં મિતલ ખેતાણીને આશીર્વાદ આપવા મો. 98242 21999.

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીનો તા. 8, ઓગસ્ટ, શુક્રવારનાં રોજ 50 મો જન્મદિન

શિવ આરાધના

Leave a comment

Your email address will not be published. Required fields are marked *