અમરેલી જીલ્લાના ગામોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાબનાવેલ ચેકડેમ પહેલા જ વરસાદમાં ઓવરફલો

પાણી પહેલા પાળ બાંધો તે કહેવત અમરેલી જિલ્લાના અનેક ગામો જેવા કે કોલડા, દેવગામ, બાટવા-દેવળી, સારંગપુર, બોરડી, બાંભણીયા, બરવાળા બાવીશી, રંગપુર, જેશીંગપરા, ત્રંબોડા, નાના બાદનપુર, રોડવાવડી ગામના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ તેમજ શહેરમાં વસતા લોકો મળી અને લોક ફાળો કરી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તે હેતુથી ચેકડેમોને રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. તેના માટે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયનું પણ જળમંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરવામાં આવેલ જેમાં નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઇ વેકરીયા, અમરેલીના લોકલાડીલા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, શ્રીમાન ગોબર ભગત કુકાવાવ, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, શ્રી રામભાઈ સાનેપરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ હીરપરા, કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઈ વસાણી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખશ્રી ગોપાલભાઈ અંટાળા, કુંકાવાવના સરપંચશ્રી સંજયભાઈ લાખાણી (ફોજી) તેમજ ગામ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ગામે ગામના સરપંચશ્રી ઓ પધારેલ અમરેલી જિલ્લાના અનેક ગામમાં ખેડૂતો અને જાગૃત ઉદ્યોગપતિઓ ના આર્થિક સહયોગથી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેવા હેતુથી પાણી પહેલાં પાળ બાંધો તેવો સંકલ્પ કરીને વિશાળ પ્રમાણમાં કામ કરવામાં આવેલ જેના હિસાબે પહેલા જ વરસાદમાં બધા જ ચેકડેમ ઓવરફ્લો થઈ ગયેલા છે, તેથી જમીનના તળમાં પાણીના લેવલ ખૂબ જ ઊંચા આવશે આ રીતે ગામડે ગામડે દરેક લોકો વરસાદી પાણીનો યોગ્ય જતન કરવા માંડે તો ખેડૂતોને ખેતીમાં અને પર્યાવરણ સાથે પ્રકૃતિની રક્ષા થવાથી પશુ-પક્ષી જીવ જંતુ ની રક્ષા થશે અને ખેડૂતોને તેમજ દેશને આર્થિક ખૂબ મોટો ફાયદો થશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અમરેલી જીલ્લાના મોટી કુકાવાવ તાલુકાને પાણીદાર બનાવવા માટે અલગ-અલગ ગામના સમાજની ચિંતા કરતા આગેવાનોને કમિટી બનાવવામાં આવેલ છે, જેમાં અમરેલી જીલ્લાના કન્વીનર અરવિંદભાઈ લાવડીયા કુકાવાવ તાલુકાના આગેવાન રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ ડોબરીયા, વિપુલભાઈ વસાણી, ગીરધરભાઈ ગેવરીયા, મનોજભાઈ હાપાણી, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, અશોકભાઈ હિરાણી, જગદીશભાઈ લુણાગરિયા, ભાવેશભાઈ ગજેરા વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યને વેગ આપવા માટે તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલધા, મહેશભાઈ સેગલીયા વગેરે લોકો જેહમત ઉઠાવી રહયા છીએ.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































