ગૌ આધારિત ઉદ્યોગો માટે “ગૌ ટેક 2026” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.20 માર્ચ થી 23 માર્ચ, 2026 સુધી પુના ખાતે ભવ્ય આયોજન.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઈન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઈન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”, વિઝનને સાર્થક કરશે “ગૌ ટેક 2026”.
“ગૌ ટેક–2026” માટે ભવ્ય કર્ટન રેઇઝર કાર્યક્રમમાં પદ્મભૂષણ સુપર કોમ્પ્યુટરના સ્થાપક – ડો. વિજય ભાટકર, જગતગુરુ કૃપાંકિત ડો.ચેતનાનંદ મહારાજ પુણેકરજી, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખરજી મુંદડાજી, કામધેનુ અને આણંદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો.એમ.સી.વાર્ષ્ણેયજી માર્ગદર્શક ઉપસ્થિતિ.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા આયોજિત “ગૌ ટેક 2026 પુના” ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરની ગૌ આધારિત સમિટ અને પ્રદર્શની કે, જે 20 માર્ચ થી 23 માર્ચ, 2026 સુધી એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના ખાતે યોજાવા જઇ રહી છે. “ગૌ ટેક” એ ગૌ આધારિત ઉદ્યોગો માટે ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું મંચ બની રહ્યું છે. આ કાર્યક્રમ એક ઐતિહાસિક પ્રયત્ન છે જેમાં ગયું આધારિત સંસ્કૃતિ પરંપરા, ટેકનોલોજી અને નવીનતાનોઓનું મિશ્રણ જોવા મળશે.
ગૌ આધારિત ઉદ્યોગો અને અર્થતંત્રને વૈશ્વિક મંચ પર રજૂ કરતી “ગૌ ટેક–2026” માટેના કર્ટન રેઇઝર કાર્યક્રમનું સફળ આયોજન તાજેતરમાં ઉત્સાહભેર સંપન્ન થયું હતું. કાર્યક્રમની શરૂઆત મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ગૌ વંદના અને ગણેશ વંદના સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને રાજકોટમાં આયોજીત દેશમી સર્વપ્રથમ “ગૌ ટેક–2023”ની સફળતા દર્શાવતી વિડિયો ક્લિપ પ્રસ્તુત કરવામાં આવી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને “કામધેનુ” તરીકે માનવામાં આવે છે અને તેના દૂધ, ગૌમૂત્ર તથા ગોબર પરથી આરોગ્ય, ખેતી, ઊર્જા, સ્વચ્છતા અને આર્થિક સશક્તિકરણ સાથે જોડાયેલા અનેક ઉત્પાદનો વિકસી રહ્યા છે. “ગૌ ટેક–2026” આ તમામ શક્યતાઓને એક જ મંચ પર લાવી યુવાનો, મહિલાઓ, ગૌશાળાઓ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને સહયોગનું સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાયોના સંવર્ધનમાં આધુનિક ટેકનોલોજી, A–2 દૂધનું વેલ્યુ એડીશન, ગૌમૂત્ર અને ગોબર પરથી ઓર્ગેનિક ખેતી, બાયોફ્યુઅલ અને ગૃહઉપયોગી ઉત્પાદનો દ્વારા રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની વિશાળ તકો ઊભી થઈ છે. આ તમામ ક્ષેત્રોને વૈશ્વિક ઓળખ આપવા માટે “ગૌ ટેક–2026”નું આયોજન પૂના ખાતે કરવામાં આવ્યું છે, કારણ કે પૂના શિક્ષણ, સંશોધન, સ્ટાર્ટઅપ્સ અને કૃષિ-નવોચારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અસરકારક મંચ પૂરું પાડે છે.
પદ્મશ્રી તથા પદ્મવિભૂષણથી સન્માનિત સુપર કમ્પ્યુટરનાં સ્થાપક ડૉ. વિજય ભટકરજીએ પોતાના સંક્ષિપ્ત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે AI ના યોગ્ય ઉપયોગ દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થાને વધુ કાર્યક્ષમ, વૈજ્ઞાનિક અને નફાકારક બનાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનના સંયોજનથી ગૌ આધારિત ઉદ્યોગો નવી બ્રાઉન ક્રાંતિનું સ્વરૂપ લઈ શકે છે, જે ટકાઉ વિકાસ, રોજગાર સર્જન અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
જગતગુરુ કૃપાંકિત ડો.ચેતનાનંદ મહારાજ પુણેકરજી એ “ગૌ ટેક–2026” દરમિયાન ગૌસેવા પરિક્રમા માર્ગ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવાની તથા આવનારા મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી. તેમણે સર્વે મહાનુભાવોને વ્યક્તિગત રીતે “ગૌ ટેક–2026”માં સહભાગી થવા અપીલ કરી હતી.
ગુજરાતની કામધેનુ અને આણંદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો.એમ.સી.વાર્ષ્ણેય દ્વારા “ગૌ ટેક–2026”ને પૂર્ણ સમર્થન આપવાની અને સમગ્ર સમાજને આ અભિયાન સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખરજી મુન્દ્રાએ “ગૌ ટેક–2026”ને પૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી શેખરજી “ગૌ ટેક–2026”ના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સી.પી. ઠક્કર દ્વારા GCCI અને મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ MOU કરીને ગૌ આધારિત બિઝનેસને વેગ આપવા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વિશેષ વિભાગ ખોલવાની જાહેરાત કરી હતી.
અગ્રણી બિઝનેસમેન કિરણ ચૌધરીએ પુના શહેરમાં બેનર અને જનજાગૃતિ અભિયાન દ્વારા “ગૌ ટેક–2026”ને સમર્થન વ્યક્ત કર્યું હતું.
“ગૌ ટેક–2023”ના ચેરમેન અને સૌરાષ્ટ્રપ્રાંત લઘુ ઉદ્યોગ ભારતીના અગ્રણી હંસરાજભાઈ ગજેરાએ વ્યક્તિગત તેમજ સામૂહિક સ્તરે સમાજ કેવી રીતે “ગૌ ટેક–2026”માં સહયોગી બની શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે કૌસ્તુભ દેશપાંડે દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વક્તાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન GCCIના સેક્રેટરી શ્રી મિત્તલ ખેતાણી, શ્રી પુરીશકુમાર અને શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું.
“ગૌ ટેક–2026”ના ઓર્ગેનાઈઝેશન કમીટી સભ્યો કૌસ્તુભ દેશપાંડે, ભાગ્યશ્રી ચોંડે, રમેશ ઓસ્વાલ અને અશ્વિનીજીએ કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કર્ટન રેઇઝર કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરીષદ રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય શંકરજી ગાયકર, ફિલ્મ પ્રોડ્યુશર મેઘરાજ ભોંશલેજી, કાઉન્સિલ મેમ્બર મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સી.પી.ઠક્કર, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ સદસ્ય ડો. માર્કંડેય, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અધ્યક્ષ મહેન્દ્ર દેવીજી, પુણે મર્ચન્ટ ચેમ્બર ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટિયા, સૌરાષ્ટ્ર પ્રાંત લઘુઉદ્યોગ ભારતી અગ્રણી હંસરાજભાઈ ગજેરા, ગૌરક્ષક મિલિન્દ એકબોટેજી, આયુર્વેદ ડો. દિલીપ કુલકર્ણી, ગૌરક્ષક ડો. રવિ રાબડેજી, પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક સ્થાપક પરષોતમ પીપળીયા, પટેલ સમાજ અગ્રણી સંજય પટેલ, અગ્રણી બિઝનેસમેન કિરણ ચૌધરી, આર્ટિકેટ – દિલીપ કાલેજી, મિલીન દેશપાંડે, ડૉ . સુજાતા જૈન, મંગલ કાલે સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતા.
વધુ માહિતી માટે મો. 93419 28011, 79874 41471, 83201 77647 અથવા Email: info@gautechexpo.in પર સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































