#Blog

ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપૂની રામકથાનો શુભ આરંભ

પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે – જૈન આચાર્ય લોકેશજી

ભારત મંડપમમાં આયોજિત મોરારી બાપૂની નવદિવસીય કથા એક ઐતિહાસિક આયોજન – જૈન આચાર્ય લોકેશજી

ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત મોરારી બાપૂની રામકથાનો શુભ આરંભ 2026ના રોજ બપોરે 3:30 વાગ્યે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે થઇ ગયો. ઉદઘાટન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે.

અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક તથા રામકથાના આયોજક જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પૂજ્ય મોરારી બાપૂની નવદિવસીય રામકથામાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત કલા, સંસ્કૃતિ, સાહિત્ય, પર્યાવરણ વગેરે ક્ષેત્રોની અનેક વિશિષ્ટ હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. આચાર્ય લોકેશજીએ વધુમાં જણાવ્યું કે આ અવસર પર અમેરિકા, બ્રિટેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, યુએઈ સહિત વિવિધ દેશોના અને ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ રામકથાનું શ્રવણ કરવા આવી રહ્યા છે. દરરોજ આશરે 4000 જેટલા શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી કથા સાંભળવા પહોચી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *