#Blog

જૈનો સંગઠનો, હિંદુ સંગઠનો, સંતો સહીત શાકાહારી અને સંસ્કૃતિ પ્રેમી પ્રજાનાં વિરોધ છતાં સરકારનો નિર્ણય : સમગ્ર દેશના જીવદયા પ્રેમીઓ તરફથી ભયંકર વિરોધના ભણકારા

મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ જૈન સંગઠનો સહિત શાકાહારીઓ દ્વારા ભારે વિરોધને પગલે મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય નિર્ણય પાછો ખેંચાયો હતો, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ ઈંડા, કેલ્શિયમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેખીતી રીતે જ ઈંડા તરફી લોબીનાં દબાણ સામે સરકાર ઝૂકી ગઈ છે અને ફરીથી તે વિદ્યાર્થીઓના ભોજનમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્કૂલ શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ દાવો કર્યો હતો કે નિષ્ણાતો, શિક્ષકો અને અન્ય નાગરિકોએ ઈંડાનો આહાર ફરી દાખલ કરવા સૂચવ્યું હતું. આથી અમે ઈંડાની બાદબાકીનો અમારો અગાઉનો નિર્ણય રદ કર્યો છે. બાળકોને જરુરી પ્રોટીન અને સુખાકારી સ્વાસ્થ્ય મળી રહે તે માટે ઈંડા ફરીથી મિડ-ડે મિલમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે. નવા શૈક્ષણિક સત્રથી ઈંડાનો મિડ-ડે મિલ નામે ન્યુમાં સમાવેશ કરાશે. ત્યારબાદ તેમાં કેળા પણ ઉમેરાશે.પૂર્વે આ માટે 50 કરોડની રકમની ફાળવણી થતી હતી પરંતુ હવે તેને વધારીને 100 કરોડ કરવામાં આવી છે. ખાસ ઉલ્લેખનીય કે, 2023 માં સરકાર દ્વારા 50 લાખ વિદ્યાર્થીઓ માટે મિડ-ડે મિલ પ્રોગ્રામ હેઠળ સપ્તાહમાં એક દિવસ ઈંડા અને કેળાં આપવાની યોજના બનાવાઈ હતી અને તેને માટે 50 કરોડ ફાળવ્યા હતાં. અગાઉ પણ સરકારના આ નિર્ણયનો જૈન સંગઠનો તથા શાકાહારીઓ તરફથી ભારે વિરોધ થયો હતો. પોષણના નામે ઈંડાના દુષ્પ્રચાર સામે આકરો વિરોધ ઉઠાવાયો હતો. સંખ્યાબધ દલીલો તથા પુરાવા સાથે જણાવાયું હતું કે ઈંડા પૌષ્ટિક આહાર તરીકે અનિવાર્ય નથી જ અને સરકાર ઈચ્છે તો પ્રોટીન માટે બીજાં પણ અનેક આહાર તથા સપ્લીમેન્ટસ આપી શકે છે. જે જૈનો સંગઠનો, હિંદુ સંગઠનો, સંતો સહીત શાકાહારી પ્રજા, જીવદયા પ્રેમીઓ અને સંસ્કૃતિ પ્રેમી, માંસાહાર વિરોધી લોકો માટે આઘાતજનક સાબિત થયું છે. સરકારનું કહેવું છે કે કેલ્શિયમની જરૂરિયાતને ધ્યાને રાખીને આ નિણર્ય લેવામાં આવ્યો છે. પરંતુ દૂધ અને દુગ્ધજન્ય પદાર્થો : દૂધ, દહીં, છાસ, અને પનીર, લીલા પાંદડાવાળા શાકભાજી : પાલક, મેથી, સરસો, અને કોળાના પાન, બદામ, અખરોટ જેવા સૂકા ફળો અને તિલ તેમજ ચિયા બીજ, કઠોળ અને દાળ: રાજમા, ચણા, મસૂર દાળ વગેરે જેવા વિવિધ વેજીટેરીયન ખોરાકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે. હાલમાં પણ સમાજનો મોટો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી બનેલું છે એટલે શાકાહારી છે.જો એ સેલ હોય તો તો એને નરી આંખે પણ ન જોઈ શકાતું હોત કારણ કે કોષ(સેલ)ને જોવા માટે માઇક્રોસ્કોપની આવશ્યકતા રહે છે, પરંતુ ઈંડાને જોવા માટે નરી આંખો કરવાની કે માઇક્રોસ્કોપની જરૂર પડતી નથી. હકીકતમાં જે લોકો ઇંડાનું સેવન કરે છે એ જુદી જુદી વાતો દ્વારા એ સાબિત કરવા માંગે છે કે ઈંડુ એ શાકાહારી છે, કારણ કે એ એક કોષીય જીવ છે અર્થાત ઈંડુ ફક્ત સ્ત્રી કોષથી જ બનેલું છે એટલે કે એ માત્ર કુકડીનું બનેલું છે. દરેક સ્ત્રીને માસિક થાય છે. મનુષ્યને દર મહિને થાય છે જ્યારે કુકડીને અમુક નિશ્ચિત સમય બાદ અમુક પ્રકારે માસિક થાય છે. અપરિણિત સ્ત્રીને દર મહિને માસિક થાય છે જ્યારે પરિણીત સ્ત્રીને સમાગમ બાદ જો ગર્ભ રહે તો માસિક આવતું નથી. કુકડીને પણ એવું જ હોય છે. ઈંડા અંગે જે કોઈ દલીલો કરવામાં આવે છે એમાં ખરેખર એવું છે કે જો ઈંડુ એ ફક્ત એક જ સેલથી બનેલું હોય એટલે કે સ્ત્રી સેલ મતલબ કુકડીનાં સેલથી બનેલું હોય તો ઈંડા ખાનાર લોકો જાગૃત થઈ જાવ તમે કુકડીનું માસિક ખાઈ રહ્યા છો અને જો ઈંડુ બે સેલનું હોય એટલે કે મેલ અને ફિમેલનું તો તમે કૂકડા અને કુકડીનાં સમાગમ પછી બનેલું એક અવિકસિત જીવ ખાઈ રહ્યા છો. ખાદ્યતજ્જ્ઞોના મતે, 2023 ઓક્ટોબર સુધી મિડ-ડે મીલમાં ઈંડાનું વિતરણ શરૂ થઈ જશે તેવી વાત હતી, પરંતુ જૈન સંગઠનો અને શાકાહારીઓના કટ્ટર વિરોધને કારણે આ મુદ્દે હજુ ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ સરકાર દ્વારા ઈંડા શાળામાં આપવાના હતા, પરંતુ વિરોધને પગલે ઠરાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. ફરીથી આ નિણર્ય લેવામાં આવ્યો છે ત્યારે સમગ્ર દેશના જીવદયા પ્રેમીઓ તરફથી વિરોધ થઈ રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *