#Blog

શ્રાવણ માસમાં અમાસ પર પીપળે પાણી રેડવાનું પવિત્ર મહત્વ – જીવદયા અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ

શ્રાવણમાસની અમાસનો પવિત્ર દિવસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને જીવદયા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભારત દેશના શિવ મંદિરોમાં જઈને દેશની ધર્મ પ્રેમી અને સનાતન પ્રેમી જનતા આસ્થા સાથે પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળાના પવિત્ર વૃક્ષને પ્રદક્ષિણા કરી પાણીનું તર્પણ કરે છે. પર્યાવરણની જાણવણી માટે વૃક્ષો, પક્ષીઓ અને નાના જીવજંતુઓને પાણી આપવું એ સંસ્કૃતિ અને ધર્મમાં સદીઓથી ચાલતી પરંપરા છે. શ્રાવણ માસની અમાસના દિવસે પીપળાઓને પાણી આપવાથી માત્ર પિતૃતર્પણ જ નહીં, પણ જીવદયાનું મહાન સંદેશ પણ ફેલાય છે. જૈન, હિન્દુ અને અન્ય ધાર્મિક માન્યતાઓ મુજબ જીવનના દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી એ દરેક ધર્મની નૈતિક ફરજ છે. અત્યારના સમયમા નાના અબોલ જીવો, પશુ-પક્ષીઓને પીવાના પાણીની અતિ જરૂરિયાત હોય છે. જ્યારે આપણે નાના પીપળાઓ, પંખીઓ અને અન્ય જીવજંતુઓને પાણી આપીએ છીએ, ત્યારે તે માત્ર જીવન બચાવવાનું કાર્ય નથી, પણ જીવનની સાચી પદ્ધતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવે છે. શ્રાવણ માસમાં અમાસ પર પીપળે પાણી રેડવું એ આપણું પર્યાવરણ પ્રત્યેનું યોગદાન પણ છે ગરમી અને તાપમાનથી થાકેલા નાના જીવોને પાણી આપવું તે કાર્ય બાળકો, યુવાનો અને સમાજના તમામ સભ્યો માટે જીવદયા અને પર્યાવરણ શિક્ષણનો ઉત્તમ માર્ગ પણ છે. વિશ્વમાં જીવદયાનું મહિમા જાણીતું છે પ્રાણીઓ પ્રત્યે કરુણા બતાવવાથી માત્ર જીવો સુરક્ષિત રહેતા નથી, પણ આપણા જીવનમાં મનની શાંતિ, આનંદ અને આત્મિક સંતોષ પણ મળે છે. અમાસના પવિત્ર દિવસે પીપળાઓ અને અન્ય જીવજંતુઓને પાણી આપવું એ શ્રાવણ માસના અધ્યાત્મિક અને ધાર્મિક મહત્વને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે.
-મિત્તલ ખેતાણી(9824221999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *