શ્રી અરવિદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ ફેબુઆરી, શુક્રવારના રોજ ભવ્ય સન્માન સમારોહ સાથે “રાઘવ થી માધવ સુધી” – એક ભવ્ય સંગીત-નાટ્યમય કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન

આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ રાષ્ટ્રભાવના, સંગીત, નૃત્ય અને ભક્તિ સાથે ભારતના ગૌરવમય ઇતિહાસને માણવાનો અમૂલ્ય અવસર.
સહજ, સાલસ, સરળ સ્વભાવ તેમજ સાદગી જેમના જીવન સાથે વણાઈ ગયેલા છે. તેવા હંસિકાબેન અરવિંદભાઇ મણીઆર ના ૮૪ માં જન્મ દિન નિમિતે તા.૧૪ ફેબુઆરીના શુક્રવારના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હૉલ, રૈયા રોડ ખાતે “રાઘવ થી માધવ સુધી” નામથી વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ના સહયોગથી રાષ્ટ્રભાવનાથી ભરપૂર કાર્યક્રમ સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે પ્રસ્તુત કરવામાં આવશે.
ભારતીય સંસ્કૃતિના પૂજનીય રાઘવ (ભગવાન રામ) અને માધવ (ભગવાન ક્રુષ્ણ) ના મરમની વાતો ગીત-સંગીત સાથે ગુજરાત ના ખ્યાતનામ કલાકારો મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા, સંદીપ પ્રજાપતિ અને ઉર્વશી પંડ્યા રસભરી શૈલીમાં રજૂ કરશે.
આ વિશેષ પ્રસંગે, હંસિકા બેન સાથે શરૂઆતથી જોડાયેલા અને વિવિધ સંસ્થાઓમાં સમર્પિત સેવાભાવથી કાર્ય કરનાર માતૃતુલ્ય મહિલા અગ્રણીઓનું બહુમાન કરવામાં આવશે. જેમાં ભાનુબેન દેસાઇ, નયનાબેન મકવાણા, ભારતિબેન રાજગોર નું શાલ, મોમેન્ટો, પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી બાબુબેન બાબરીયા (મહિલા અને બાળ વિકાસ મંત્રી), શ્રી રાજુભાઇ ભંડેરી (ધરતી કો- ઓપરેટિવ બેન્ક લિ.ના ચેરમેન), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર, રાજકોટ મહાનગર) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પેલિકાન ગ્રુપ, રાજકોટ નો વિશેષ સહયોગ રહ્યો છે.
કાર્યક્રમની સફળતા માટે શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઇ કથીરિયા,શ્રીમતિ હંસિકા બેન મણીઆર, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, શ્રી શીવુભાઈ દવે, શ્રી કલ્પકભાઈ મણીઆર, સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ તદુપરાંત શ્રી જયંતભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થાપક કમિટીના સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે.
આ વિશિષ્ટ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ “Shree Arvindbhai Maniar Jankalyan Trust” ના સત્તાવાર YouTube ચેનલ https://youtube.com/live/9zkJLj_S3jM?feature=share જોઈ શકશે.
વધુ માહિતી માટે શ્રી અર્વિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ +91 94097 17000 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
શ્રી અરવિદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ વતી પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે નિલેષભાઈ શાહ અને કમલેશભાઈ મહેતા દ્વારા રાજકોટ ની કલાપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં સપરિવાર સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.