#Blog

ચેકડેમ નિર્માણ માટે રામાણી પરિવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને જેસીબી કર્યું અર્પણ

જળસંચય માટેની ગીરગંગા પરિવાર ટ્રસ્ટની અથાગ જહેમતથી પ્રભાવિત થઈને મંગળવારે રાત્રે રેસકોર્સ સ્થિત જલકથા સ્થળે જ શ્રી ધીરુભાઈ રામાણી દ્વારા ગીરગંગાને એક નવું જેસીબી અર્પણ કરાયું હતું.

નવા ચેકડેમ નિર્માણ અને હયાત ચેક ડેમ ઊંડા ઉતારવા, રીપેર કરવા વગેરે સહિત જળસંચય માટેના 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ કાર્ય વધુ સરળ બને તેમજ જળસંચયના કાર્યોમાં ગતિ આવે તે હેતુથી શ્રી ધીરુભાઈ રામાણી પરિવાર દ્વારા ગીરગંગાને આજે એક નવું જેસીબી અર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જેટકો પીજીવીસીએલ વગેરે કંપનીઓ દ્વારા ગીરગંગાને થોડા સમય પૂર્વે 11 હીટાચી મશીનો પણ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે આ જેસીબી લોકાર્પણને બિરદાવીને સક્ષમ ઉધોગપતિઓ અને શ્રેષ્ઠીઓ આ પ્રકારે ગીરગંગાના જળસંચય અને જળસંવર્ધન અભિયાનમાં જોડાઈ રહ્યા છે તેની પ્રશંસા કરી હતી

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

આ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીનભાઇ ઠાકર, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા સહિતના પદાધિકારીઓ તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ઓમપ્રકાશજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *