ટ્વિન્કલબેન તથા સતીશભાઈ બેરા ના પુત્ર ક્રીશના જન્મદિવસ ની તિથી નિમિતે રૂ.૨,૨૨,૨૨૨ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને પાણીના જતન માટે દાન આપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

ભારત દેશ ધર્મપ્રિય માનવતાવાદી સર્વે જીવ રક્ષક અને ખેતીપ્રધાન હોવાથી આજનો ભણેલ ગણેલ યુવાન વિદેશમાં વસે છતાં દેશ પ્રત્યે હમેશા વફાદાર અને લાગણીશીલ રાજકોટના ઉદ્યોગપતિ સતિષભાઈ બેરા અને ટીંકલબેન બેરા ના પુત્ર ક્રીશ હાલ જર્મની અભ્યાસ કરે છે, અને દર વર્ષે એમના જન્મદિવસ ની તિથિ ૨૨-૦૨-૨૦૦૨ પ્રમાણે રૂ. ૨,૨૨,૨૨૨ ની રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરીને સમગ્ર પૃથ્વી પરના પર્યાવરણની રક્ષા થી સૃષ્ટિના દરેક જીવજંતુ પશુ, પક્ષી અને માનવ જાતની આવકમાં ખૂબ મોટો વધારો થશે તેથી દરેક પરિવાર નું આરોગ્ય નુ રક્ષણ સાથે આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે અને દેશની સમૃદ્ધિમાં ખૂબ મોટો ફાયદો થશે તો સમાજના લોકો પોતાના પરિવારની જન્મદિવસ હોય કે પુણ્યતિથિ હોય કે સારા પ્રસંગો હોય ત્યારે સમગ્ર પ્રકૃતિને રક્ષા એવા વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણી નું રક્ષણ કરે તેવો સંદેશો આપતા બેરા પરિવારને ખુબ ખુબ અભિનંદન છે.
દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ થોડા દિવસ પહેલા એવું જણાવેલ કે, વિશ્વનું સર્વ શ્રેષ્ટ કોઈ દાન હોય તો તે પાણીનું દાન છે, એ સુત્રને સાર્થક કરતા સતીશભાઈ બેરા અને તેમનો પરિવાર. સમાજના અનેક લોકો આ કાર્યમાં જોડાઈ અને ખોટા ખર્ચા માંથી બહાર નીકળે અને સૃષ્ટિની રક્ષા માટે આ કાર્યમાં વધુમાં વધુ સમાજના યુવાનો જોડાય તેવો સંદેશો આપે છે.
રાજકોટ ના ઉદ્યોગપતિ સતીશભાઈ બેરા ના પરિવાર સાથે પ્રકૃતિની રક્ષાના કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સાથે તન મન અને ધનથી જોડાયેલા છે, જેમાં રાજકોટના જામનગર રોડ ઉપર રૂડા બિલ્ડિંગ પાસે પોલીસ કચેરીમાં લોકોને શુધ્ધ અને ઠંડુ પાણી મળે તે હેતુથી કુલર ની ભેટ પણ આપેલ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમ અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો બનાવવાનો સંકલ્પ કરેલ છે.