માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના જન્મદિન નિમિતે સેવા પખવાડિયા અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની વીશેષ ઉપસ્થિતિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું ૧૩૪મું રક્તદાન

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. યશસ્વી ઓજસ્વી, પરમ રાષ્ટ્રભક્ત, ૨૧ મી સદીના ભવ્ય અને દિવ્ય ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ ભારતને આર્થિક અને સાંસ્કૃતિક મહાસત્તા બનાવવા જ્યારે અથાર્ગ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમના સ્વસ્થ દીર્ઘાયુ, સુખમય અને કાર્યરત સમર્પિત જીવન માટે પ્રાર્થના કરીએ અને તેમના જીવનમાંથી સમાજ અને રાષ્ટ્ર સેવા માટે પ્રણ લઈએ. આ અવસરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, અમદાવાદ દ્વારા યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સેવા, તબીબ, રાજકીય ક્ષેત્ર નામના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ ૧૩૪મી વખત બ્લડ ડોનેટ કરી, યુવાનો, બાળકો અને સર્વ સમાજ માટે ઉદાહરણ રૂપ બન્યા છે.
કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ઉજવાતા સેવા પખવાડિયાનો મર્મ એ છે કે આપણે સેવા, માનવતા અને કરુણાને જીવનમાં ઉતારીએ અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનીએ. ડૉ. કથીરિયાએ વ્યક્તિગત યોગદાન ઉપરાંત, તેઓએ રક્તદાતાઓની નિર્ણાયક જરૂરિયાત વિશે જનજાગૃતિ વધારવા માટે સક્રિયપણે હિમાયત કરી છે. “રક્તદાન જીવનદાન”, “રકતદાન મહાદાન” અને જીવન પર્યંત રકતદાન, મૃત્યુબાદ અંગદાન”નો સૌ સંકલ્પ કરીએ એવો અનુરોધ ડૉ. કથીરિયાએ આ પ્રસંગે કર્યો હતો.
કથીરિયા પરિવારે સમાજ માટે સેવાનું અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. ડો. વલ્લભભાઈ કથીરિયા ના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથીરિયા પણ વર્ષોથી બ્લડ ડોનેટ કરી રહયા છે. અને સામાજીક ક્ષેત્રે અગ્રણી છે, તેઓ અત્યાર સુધી માં ૨૦ થી વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે. પુત્ર ડો. આત્મન અને પુત્રી ડો. નિષ્ઠા પણ નિયમિત રક્તદાતા છે.