#Blog

રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમ કાર્યરત.  ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં કંટ્રોલ રૂમની પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી.

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં કરુણા અભિયાનશરૂ થઇ ચુક્યું છે.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટદ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં પક્ષી બચાઓ અભિયાન-૨૦૨૫ની પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાથમાં જ ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સહયોગથી યોજાનાર પ્રાણી કલ્યાણ પખવાડિયાનાં બેનરનું પણ વિમોચન કર્યું હતું.

વર્ષ–૨૦૦૬ થી જેમણે સૌપ્રથમ રાજકોટમાં આ પક્ષી બચાવો કેન્દ્ર માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યા અને જેમણે રાજય સરકારને પણ આ કરૂણા અભિયાન માટે પ્રેરીત કરી અને તેથી જ રાજય સરકાર દ્વારા પણ જે સંસ્થાના નામે કરૂણા અભિયાન શરૂ થયું, તેવી રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનને ૩૬૫ દિવસ, ૨૪ કલાકના જીવદયાના મહાયજ્ઞ માટે રાજય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. રાઘવજીભાઈ દર વર્ષે કરૂણા અભિયાન દરમ્યાન તેમજ સમયાંતરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત આ સંસ્થાની મુલાકાતે આવતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ વિજેતા અને નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની પ્રથમ ક્રમાંકની આ સંસ્થા દ્વારા લાખો પશુ—પક્ષીઓનું જીવન બચાવાયું છે.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમી મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં સમગ્ર રાજયમાં કરૂણા અભિયાન શરૂ થઈ ચુકયું છે ત્યારે જીવો-જીવવા દો-જીવાડોનો જીવદયા અભિગમ સાકાર થઈ રહ્યો છે. રાજયભરમાં ૭૦૦ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો 5 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો કરૂણા અભિયાનમાં સહભાગી થઇ રહ્યાં છે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસએપ અને વેબસાઈટ દ્વારા મેળવી શકાય છે.  

વ્હેલી સવારે ૬ થી ૧૦ તથા સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડી તેમજ પ્રતિબંધીત ચાઈનીઝ દોરા, કાચ પાયેલા પાકા દોરા, તુકકલનો ઉપયોગ ન કરી પક્ષીઓના જીવન બચાવવા  મારી લાગણી સભર અપીલ કરી હતી. પ્રતિબંધીત ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન જ કરવા તેમજ કાચના માંઝા પાયેલા દોરાનો ઉપયોગ ન જ કરવા અપીલ કરી હતી. આપણે પણ આપણું જીવન બચાવીએ અને પશુ—પક્ષીઓનું જીવન પણ બચાવીએ તથા તાર પર, ઝાડ પર લટકતા દોરાઓ હટાવી લેવાવિનંતીકરેલ હતી. ગુજરાત સરકારનું પશુપાલન મંત્રાલય પણ કરૂણા અભિયાન દરમ્યાન ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ તેમજ પશુ ડોકટરની ટીમ દ્રારા દર વર્ષની માફક આ વર્ષે પણ સતત ખેડેપગે છે.

રાઘવજીભાઈએ ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર સમિતી સદસ્ય અને એનીમલ વેલફેર બોર્ડના પણ સદસ્ય ભાઈ શ્રી મિતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, ગૌરાંગભાઈ ઠકકર, રમેશભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ધીરૂભાઈ કાનાબાર, રાજુભાઈ રૂપાપરા તેમજ સમગ્ર વિશ્વનું સૌથી મોટું વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવા જઈ રહેલા ગ્રીનમેન વિજયભાઈ ડોબરીયા અને ઉપસ્થિત મહેમાનોને  શુભેચ્છા પાઠવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *