શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના ઓનલાઈન “અંગ્રેજી સરળતાથી શીખી જ શકાય” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.13 ડિસેમ્બર, શનિવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 05:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના ઓનલાઈન “અંગ્રેજી સરળતાથી શીખી જ શકાય” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 13 ડિસેમ્બર, શનિવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 05:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન “અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ” ટ્રેનિંગ સેશન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
પ્રોફેસર લલિતભાઈ ચંદે એક એવા પ્રતિભાશાળી શિક્ષક, ટ્રેનર, લેખક અને પ્રોફેશનલ લાઇફ કોચ છે, જેઓનું જીવનમંત્ર માનવજીવનને વધુ સુંદર, સકારાત્મક, અને સમૃદ્ધ બનાવવાનું છે. વ્યક્તિગત પરિવર્તન માટે તેઓ સતત કાર્યરત રહે છે.
પ્રોફેસર લલિતભાઈ ચંદે દેશભરમાં અત્યાર સુધી 3500થી વધુ પ્રોફેશનલ સેમિનાર અને વર્કશોપ દ્વારા લાખો લોકોને પ્રેરિત કર્યા છે. 100થી વધુ રેડિયો ટોક્સ, 25થી વધુ ટીવી કેરિયર કાઉન્સેલિંગ અને ઇન્ટરવ્યુ, તેમજ વિવિધ સમાચારપત્રો અને મેગેઝિનમાં પ્રકાશિત તેમના લેખો તેમને વિચારોના અગ્રણીઓની શ્રેણીમાં મૂકે છે. તેઓ લોકપ્રિય લેખક તરીકે પણ જાણીતા છે અને તેમના પુસ્તકો “વાત સાવ નાની……પણ!” અને “108 દમદાર મોટિવેશનલ ચૂસ્કીઓ” વાંચનારા દરેક લોકોમાં ખૂબ લોકપ્રિય બની છે.
શૈક્ષણિક જગતમાં પણ પ્રોફેસર લલિતભાઈ ચંદેનું યોગદાન રહ્યું છે. તેઓ છેલ્લાં 22 વર્ષથી BBA અને MBA જેવા બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે કુલ 30 વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સક્રિય છે. તેમણે અનેક રીસર્ચ પેપર્સ રજૂ કર્યાં છે. દેશ-વિદેશની અનેક 300થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ તથા કોર્પોરેટ સંગઠનો તેમના ક્લાઈન્ટ તરીકે જોડાયેલા છે, જે તેમની અસરકારકતા અને કાર્યક્ષમતાનું જીવંત પ્રમાણ છે. તેમની જ્ઞાનયાત્રા, પ્રેરણાસભર શબ્દો અને માનવકલ્યાણ માટેની નિષ્ઠા ઘણી પેઢીઓ માટે પ્રકાશ સમાન છે.
આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામના દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તા. 13 ડિસેમ્બર, શનિવારનારોજ બપોરે 04:00 વાગ્યાથી 05:00 કલાક સુધી બતાવવામાં આવશે.
જો કોઈને ઓનલાઈન કોઈ પ્રશ્ન હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં પોતાનો પ્રશ્ન લખી શકે સાથે-સાથે મો.9558895572 નંબર પર મેસેજ દ્વારા પણ પ્રશ્ન પૂછી શકશે.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































