શાંતિ અને સાહિત્યના ક્ષેત્રમાં આચાર્ય લોકેશજીનું કાર્ય પ્રશંસનીય છે – વિજેન્દ્ર ગુપ્તા
શાંતિ અને વિકાસ માટે સરકાર અને આધ્યાત્મિક ગુરુઓ એ મળીને કાર્ય કરવું જોઈએ –
આચાર્ય લોકેશજી
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક આચાર્ય લોકેશજી એ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે મુલાકાત કરી અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી. આ બેઠક દિલ્હી વિધાનસભા ખાતે યોજાઈ હતી. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે જૈન આચાર્ય લોકેશજી શાંતિ અને સામાજિક સહઅસ્તિત્વના ક્ષેત્રમાં પૃથક પ્રકારનું અને સરાહનીય કાર્ય કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ નજીકના ભવિષ્યમાં ગુરૂગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્રની મુલાકાત લઇ અહિંસા વિશ્વ ભારતીના કાર્યોનું અવલોકન કરશે. આચાર્ય લોકેશજીએ વિધાનસભાના અધ્યક્ષશ્રીને વિશ્વ શાંતિ કેન્દ્રની પ્રવૃત્તિઓ અને તાજેતરમાં યોજાયેલી અમેરિકા અને કેનેડાની શાંતિ સહઅસ્તિત્વ યાત્રા વિશે માહિતગાર કર્યા. આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે શાંતિ અને વિકાસ માટે સરકાર અને આધ્યાત્મિક નેતાઓએ મળીને કાર્ય કરવું જરૂરી છે. આ બેઠક દરમ્યાન પંકજ જૈને વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાજીને ‘એમ્બેસેડર ઑફ પીસ આચાર્ય લોકેશજી’ શીર્ષક કોફી ટેબલ પુસ્તક ભેટમાં આપી અને અહિંસા વિશ્વ ભારતી તથા વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા સંચાલિત માનવતાવાદી કાર્યક્રમોની વિગતો આપી.