હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી ૩૦, માર્ચ, રવિવારે ચેટીચાંદ, તા.૦૬, એપ્રિલ, રવીવારે રામનવમી, તા.૧૦, એપ્રિલ, ગુરુવારે મહાવીર જયંતી, તા. ૧૨, એપ્રિલ શનીવારે હનુમાન જયંતી, તા. ૧૪, એપ્રિલ, સોમવારે ડો. આંબેડકર જયંતી, ના રોજ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મિતલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા દર વર્ષ આ અંગેનું જાહેર નામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ ગુજરાતનાં દરેક જીલ્લા, શહેર અને ગામમાં સત્વરે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટી મેમ્બર મિતલ ખેતાણી તથા એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા કરવામાં આવી છે.

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































