મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–2026” નાં 16–કંટ્રોલ રૂમ કાર્યરત. એનીમલ હેલ્પલાઈન દ્વારા નવ એમ્બ્યુલન્સ, બે બાઈક એમ્બ્યુલન્સ, નિઃશુલ્ક વેટરનરી હોસ્પીટલ વિવિધ કંટ્રોલ રૂમ દ્વારા પતંગના દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓની સારવાર મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા વિશેષ કંટ્રોલ રૂમમાં આણંદ અને જુનાગઢ વેટરનરી કોલેજના વેટરનરી ડોકટરો સહીત 20 ડોકટરો, 30 પેરામેડીકલ તબીબી સ્ટાફ એ ખડેપગે સેવા આપી. ગત વર્ષ કરતા જનજાગૃતિના કારણે પક્ષી ઘવાવાની ઘટના ઓછી બની ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજયળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ. 14 મી જાન્યુઆરી એ 381 કેસ, 15 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં 15થી પણ વધુ કેસ આવ્યા એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાયો. આજે ડ્રોન દ્વારા પણ પક્ષીઓ બચાવવામાં માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે.

- મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–2026” નાં 16–કંટ્રોલ રૂમ કાર્યરત.
એનીમલ હેલ્પલાઈન દ્વારા નવ એમ્બ્યુલન્સ, બે બાઈક એમ્બ્યુલન્સ, નિઃશુલ્ક વેટરનરી હોસ્પીટલ વિવિધ કંટ્રોલ રૂમ દ્વારા પતંગના દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓની સારવાર
મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા વિશેષ કંટ્રોલ રૂમમાં આણંદ અને જુનાગઢ વેટરનરી કોલેજના વેટરનરી ડોકટરો સહીત 20 ડોકટરો, 30 પેરામેડીકલ તબીબી સ્ટાફ એ ખડેપગે સેવા આપી. ગત વર્ષ કરતા જનજાગૃતિના કારણે પક્ષી ઘવાવાની ઘટના ઓછી બની
ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજયળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ.
14 મી જાન્યુઆરી એ 381 કેસ, 15 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં 15થી પણ વધુ કેસ આવ્યા
એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાયો.
આજે ડ્રોન દ્વારા પણ પક્ષીઓ બચાવવામાં માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે.
ગુજરાતના ઘણા શહેરોમાં હજુ પણ ઉત્તરાયણનો આ તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ થઇ ચુક્યું છે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં ‘પક્ષી બચાઓ અભિયાન-2026′ માં અત્યાર સુધી પતંગનાં દોરાઓથી ઘવાયેલા ઘણા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે. એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ સતત ખડે પગે રહીને પક્ષીઓની સારવાર કરી રહ્યું છે જેથી કરીને તેમનું જીવન બચાવી શકાય. જો કે કરૂણા અભીયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઈને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતાં. તા.10 મી જાન્યુઆરી થી તા.15 મી જાન્યુઆરી સુધી આખા દિવસ દરમિયાન પતંગનાં દોરાઓથી ઘવાયેલા, ઈજા પામેલા 430 થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં 368થી વધુ કબૂતરો, 3 કોયલ, 2 હોલા, 2 પોપટ, 2 ખિસકોલી, 1 ચામાચિડિયું, 1 ઘુવડ, 1 માયના અને 1 ચકલીનો સમાવેશ થાય છે એમ 430થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. 15 જાન્યુઆરીએ પણ રાત્રે 9 વાગ્યા સુધી એનીમલ હેલ્પલાઈનનો કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે ત્યારબાદ ઘવાયેલા પશુ, પક્ષીઓ માટેની આ સેવા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા 365 દિવસ, 24 કલાક શરુ રાખવામાં આવશે. રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં આ ‘કરુણા અભિયાન‘ શરૂ કરાયું છે. મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ‘કરુણા અભિયાન 2026 અંતર્ગત કંટ્રોલ રૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી ક્લેક્ટર ડૉ.ઓમ પ્રકાશનાં માર્ગદર્શનમાં રાજકોટનાં ત્રિકોણબાગ ચોક, ખાતે રાજયનો સૌથી મોટો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કંટ્રોલરૂમ તા.15 જાન્યુઆરી સાંજ સુધી કાર્યરત રહેશે. રાજકોટ માં ”કરુણા અભિયાન–2026” અંતર્ગત ભારતના સૌથી મોટા કંટ્રોલ રૂમનું રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રાજકોટ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને GCCIના ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, દેવાંગભાઈ માંકડ દંપતી, મુકેશભાઈ પાબારી, જશોમતીબેન વસાણી (પૂર્વ ડેપ્યુટી મેયર), હીનાબેન પોપટ, એડવોકેટ કમલેશભાઈ શાહ અને એડવોકેટ જીગ્નેશભાઈ શાહ પરિવાર સહીત, અનિલભાઈ દેસાઈ (પૂર્વ પ્રમુખ અને ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી) ઉપસ્થિત રહ્યા હતા, ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલા સાહેબ, રાજકોટ મહાનગરપાલિકાના ડોક્ટર હિરપરા સાહેબ ડોક્ટર જાકાસણીયા તથા ડોક્ટર ઉપેન્દ્ર પટેલ, જૈન અગ્રણી અનીશભાઈ વાધર, જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ શેઠ, વિરાભાઈ હુંબલ, નરોત્તમભાઇ પોપટ પરિવાર, મનીષભાઈ ભટ્ટ, હરેશભાઈ કાનાણી, આનંદભાઈ અમૃતિયા, મેહુલભાઈ રવાણી, કુમારપાળભાઈ શાહ, મોદી સ્કુલના આત્મનભાઈ મોદી અને કુંજલબેન મોદી, તપસ્વી સ્કૂલના અમિશભાઈ દેસાઈ, જૈન સોશિયલ ગ્રુપ યુવાના તમામ હોદ્દેદારો, યુએસથી પધારેલા JAINAના પાસ્ટ પ્રેસિડેન્ટ મહેશભાઈ વાધેર, સહિતના શ્રેષ્ઠીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભવોએ ડોકટરોની ટીમને ખૂબ જ પ્રોત્સાહન આપી પક્ષી સારવારનું જાત નિરીક્ષણ કરી જીવદયાના આ કાર્યને બિરદાવ્યું હતું. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. ‘કરૂણા અભિયાન‘ માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક સાહેબ, ડો. ભટ્ટ સાહેબ, ડો. પરીખ સાહેબ, ડો. ગર્ગ સાહેબ, ડૉ. ડી. એન બોરખત્રિયાના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, પશુપાલન વિભાગના ડૉ.ગોહિલ (રિજીયોનલ જોઈન્ટ ડાયરેક્ટર)ના નેતૃત્વમાં ડૉ. ગરાડા, ડૉ. ડઢાણિયા, ડૉ. સિંગલ, ડૉ. કુંડારિયા, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. વિવેક કાલોલ, ડો. નીલેશ પાડલીયા, ડો. માનિની ગેલ્ટ, ડૉ. ધ્રુવીબેન મિસ્ત્રી, ડૉ. શ્રદ્ધાબેન સાવલિયા, ડૉ. ઝરણાબેન વધેર, ડૉ. જયદીપકુમાર બારોટ, ડૉ. આશિષ ગઢાદરા, ડૉ. યશ સંઘાણી,ડૉ. જયપાલસિંહ ઝાલા, ડૉ. શુભ પટેલ, ડૉ. કૃણાલકુમાર પરમાર, ડૉ. દીપકકુમાર નાયી, ડૉ. મીત પટેલ, ડૉ. કોમલબેન આસરી, ડૉ. મિતકુમાર પરમાર, ડૉ. વ્યોમેશકુમાર ડામોર, ડૉ. જનકકુમાર પારેખ, ડૉ. જયકુમાર ડામોર, ડૉ .ચાર્મિબેન મેહતા સાથી ટીમનાં 50 તબીબો પોતાની સેવા આપી હતી. મકરસંક્રાતિ દરમિયાન લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા/કાચનાં પાકા માંજા, પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. આ દોરા તાત્કાલીક હટાવી લેવા સંવેદનાસભર અપીલ અને અબોલ જીવોનાં પ્રાણદાનમાં ઉપયોગી થવા ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર સમિતિ સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, સહિતનાઓએ વિનંતી કરી છે. ‘કરૂણા અભિયાન ૨૦૨6‘ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































