#Blog

મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે.

મોરારિબાપુની રામકથા માત્ર પ્રવચન ન બને તેની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે અને સામાજિક ચેતના અને ક્રાંતિ કરનાર બને છે. મોરારી બાપુએ જણાવ્યું કે કલિયુગનો પ્રભાવ ચારે તરફ છે, પરંતુ વ્રજભૂમિ તેની અસરથી અછૂતી છે. તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણ ક્યારેય બ્રજ છોડતા નથી અને હંમેશા અહીં વસે છે. બાપુએ શ્રીરાધાની મહિમાનો વર્ણન કરતાં જણાવ્યું કે જ્યાં શ્રીરાધાની કૃપા સતત વરસે છે, તેનું નામ જ બરસાના છે. બરસાનામાં ગત શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગૌમૂત’ લાભ મળી રહ્યો છે. શ્રી માતાજી ગૌશાળામાં ચાલતી રામકથામાં મોરારિબાપુ દ્વારા કથા પ્રસંગોનાં વર્ણન સાથે એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે તે ભાવ અનુરોધ થયો. પર્યાવરણ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી મોરારિબાપુ વ્યાસપીઠ પરથી સમાજને સનાતન સંદેશો આપી રહ્યા છે. અગાઉ કરોડો વૃક્ષારોપણ હેતુ જ રાજકોટમાં સદભાવના વૃધ્ધાશ્રમ આયોજિત કથા લાભ આપ્યો છે એટલું જ નહીં મહુવા પાસે કાકીડીમાં રામકથા કે ભાવનગર વિમાન મથકના વૃક્ષારોપણના ઉપક્રમ દરમિયાન વૃક્ષોની પ્રતીક નહીં પણ વિશાળ વાટિકાનું નિર્માણ કર્યું છે, જે નોંધનીય બાબત છે.

મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *