#Blog

શ્રીજી ગૌશાળા દ્વારા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી.આઈ)નાં સહકારથી શ્રીજી ગૌશાળા ખાતે ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન

વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે.

દેશી ગાયમાં સુર્યકેતુ નાડી હોવાથી તે સૂર્યકિરણોમાંથી ઔષધીય ગુણ આપે છે.  પશ્ચિમી સંસ્કૃતિનાં “વેલેન્ટાઇન ડે”નાં આંધળા અનુકરણને બદલે ભારત દેશમાંછેલ્લાં કેટલાંક વર્ષોથી એક નવી પહેલ શરુ કરવામાં આવી છે જે અંતર્ગત શ્રીજી ગૌશાળાદ્રારા 14 ફેબ્રુઆરી, શુક્રવારનાં રોજ શ્રીજી ગૌશાળા દ્વારા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી. આઈ)નાં સહકારથી શ્રીજીગૌશાળા ખાતે ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજનકરાયું છે. જેમાં ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવશે. “કાઉ હગીંગ ડે”ના અનોખા કન્સેપ્ટ સાથે શ્રીજી ગૌશાળા દ્રારા પશ્ચિમીસંસ્કૃતિના આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવિ પેઢીનાં યુવાઓને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવાઅને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે આ નવા કન્સેપ્ટ સાથેનાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજને ગાય સાથે જોડવાના આ અભિયાનમાંલોકોને જોડાવવા અપીલ કરાઈ છે. આ કાર્યક્રમમાં આખો દિવસ ગીર ગૌમાતાને ભેટીનેપ્રેમભરી સાત્વીક ઉર્જા મેળવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. વિદેશમાં ખાસકરીને યુરોપ અને અમેરીકામાં લોકો ગાયમાંથી પોઝીટીવ એનર્જી હજારો રૂપીયા ખર્ચીનેમેળવે છે. આપણી પાસે આર્ય સંસ્કૃતિની ધરોહર ગીર ગાય જે કોરોનાના સંકટકાળમાં પણસંકટ મોચક ઔષધ સાબીત થઇ છે તે ખૂબ સહજતાથી અને ગામોગામ ઉપલબ્ધ હોય ત્યારેગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌ એસમજવું જોઈએ. દેશી ગાયમાંસુર્યકેતુ નાડી હોવાથી તે સૂર્ય કિરણોમાંથી ઔષધીય ગુણ આપે છે.   ગાયનેગળે મળવાથી ઘણા લાભ થાય છે જે આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. ગાયને ગળે લગાડવાથી તણાવ ઓછોથાય છે, બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ઓક્સીટોસિન મુક્ત થાય છે. ગાયને ભેટવાની પ્રક્રિયાવ્યક્તિઓને ચિંતા દૂર કરવામાં મદદ કરે છે અને આંતરિક શાંતિની ભાવનાને પ્રોત્સાહનઆપે છે. ગૌ આધારિત જૈવિક ખેતી, પંચગવ્ય આધારિત ઉત્પાદનો અનેજમીનની ફળદ્રુપતામાં ગૌમાતાનાં યોગદાન દ્વારા તે પર્યાવરણીય સંતુલનમાં મહત્વપૂર્ણભૂમિકા ભજવે છે.છેલ્લા ત્રણ વર્ષોથીશ્રીજી ગૌશાળા દ્વારા આ અભિનવ પ્રયોગ કરવામાં આવે છે, જેને દર વર્ષે અભૂતપૂર્વ સફળતાપ્રાપ્ત થાય છે અને હજારો લોકો ગૌમાતાનાં દર્શન અને તેમને ભેટીને આશીર્વાદ લેવા પધારેછે. આ વર્ષે પણ આ પ્રકારના દિવ્ય કાર્યક્રમનું આયોજન શ્રીજી ગૌશાળા પરિવાર દ્વારાકરવામાં આવ્યું છે. ગૌમાતાને ભેટવા માટે આખો દિવસ શ્રીજી ગૌશાળાનાં દ્વારા સર્વેગૌપ્રેમીઓ માટે ખુલ્લા રહેશે. આ અંગે કોઈ મજૂરી લેવાની જરૂરિયાત નથી. જેથી યુવાપેઢીને ગૌ માતાનું મહત્વ સમજાય અને આપણી ગૌ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ સૌ ગૌમાતાનાઆશીર્વાદથી પોતપોતાના ક્ષેત્રમાં તન, મન, ધનથી આગળ વધી શકે. ગૌસંસ્કૃતિને જીવંત કરવાના આ દિવ્ય કાર્યમાં સૌને જોડાવવા શ્રીજી ગૌશાળા વતીપ્રભુદાસભાઈ તન્ના, જયંતીભાઈનગદીયા, ભૂપતભાઈ દુલારી, રમેશભાઈ ઠક્કરતેમજ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી. આઈ)નાં અધ્યક્ષડૉ. વલ્લભભાઈ કથીરિયા, મિત્તલ ખેતાણી સહીતનાઓએ અપીલ કરી છે. વધુ માહિતી માટે(મો. 93767 33033), (મો. 94274 29001) , (મો. 98254 18900), (મો. 99099 71116) નો સંપર્ક કરવા શ્રીજીગૌશાળાની યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *