#Blog

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર, ગુજરાત દ્વારા તીર્થધામ પ્રેરણા પીઠ અને જી.સી.સી.આઈનાં સહયોગથી “ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર, ગુજરાત દ્વારા તીર્થધામ પ્રેરણા પીઠ અને જી.સી.સી.આઈ (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુટસ) નાં સહયોગથી “ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ તા. 15 ફેબ્રુઆરી સવારે 8:30 વાગ્યાથી, 16 ફેબ્રુઆરી સાંજે 6:00 વાગ્યા સુધી તીર્થધામ પ્રેરણા પીઠ, પીરાણા, એસપી રીંગ રોડ, અમદાવાદ, ગુજરાત ખાતે રાખેલ છે. આ બે દિવસીય કાર્યક્રમની શરૂઆતમાં ગૌ પૂજન અને ઉદઘાટન પ. પૂ જગદગુરુ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, રામજી મંદિર, કઠવાડાનાં પ. પૂ. સંતશ્રી યોગેશદાસજી બાપુ, કર્ણાવતી પશ્ચિમ વિભાગ, ગૌ સેવા ગતિવિધિનાં સંયોજક હસમુખભાઈ પટેલ, કડી કેમ્પસ, ગાંધીનગરનાં ડીન ભાવિનભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન અગ્નિહોત્ર હવન પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની પ્રસ્તાવના ગૌ વિશ્વ વિદ્યાપીઠનાં સંસ્થાપક મીનેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે.

ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં પંચગવ્ય ઉત્પાદન બનાવવા માટે મોલ્ડ, મશીન, મોલ્ડ, પ્રિમિક્સ વિશેની માહિતી, કામધેનુ ફિનાઈલ, કામધેનુ વાળનું તેલ, કામધેનુ મસાજ તેલ, મલમ, ડીશ ધોવાનો પાવડર, કામધેનુ ફેસ પેક, કામધેનુ શેમ્પૂ, કામધેનુ સાબુ, હેન્ડ વોશ, પંચગવ્ય નસ્ય, બ્રાહ્મી ઘી, સ્પ્રે, અત્તર, કાળી ટૂથપેસ્ટ, રૂદયમ પે મેથી કોફી, ધૂપબત્તી, ધૂપમાલા, ધૂપ કોન, ગોબર માલા, ગોબર દીપક, બેબી પાઉડર, ટેલ્કમ પાઉડર, છાશ મસાલા, સીડ બોલ, મચ્છર ધૂપ, શુભ – લાભ, જય શ્રી રામ, હરે કૃષ્ણ, શ્રી, ઓમ, સાથિયા જેવી છબીઓ, લક્ષ્મીજીનું મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, લક્ષ્મીચરણ પાદુકા, દેવીમાતા મૂર્તિ, શિવલિંગ, શ્રી યંત્ર, એન્ટી રેડીયેશન ચીપ વગેરેનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવશે તેમજ પ્રોડક્ટ કાસ્ટિંગ, પ્રોડક્ટ માર્જીન, ગ્રોસ પ્રોફિટ બનાવતા, નેટ પ્રોફિટ કાઢતા અને કંપની કેમ બનાવવી તે વિષેની માહિતી આપવામાં આવશે. ડીજીટલ મીડિયા માર્કેટિંગ ટ્રેનર ધૈવંતભાઈ દવે દ્વારા ડીજીટલ મીડિયામાં પ્રોડક્ટ માર્કેટિંગ કેમ કરવું તે શીખવવામાં આવશે, મિનેશભાઈ પટેલ દ્વારા એડવાન્સ કોર્સની માહિતી આપવામાં આવશે, વડોદરાના પ્રવીણભાઈ પટેલ દ્વારા આદર્શ દિનચર્યા અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિષે સમજાવવામાં આવશે. ગુજરાત પ્રાંત ગૌ સેવા સંયોજક નીતિનભાઈ હિરાણી અને તીર્થધામ પ્રેરણાપીઠનાં ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ સમાપન સમયે સર્ટીફિકેટ આપવામાં આવશે. સમગ્ર પ્રોગ્રામ બાદ સૌ ને તીર્થધામ પ્રેરણાપીઠનાં ચેતનભાઈ પટેલ દ્વારા રૂ. 500 ની પંચગવ્ય કીટ આપવામાં આવશે જેમાં ધુપબત્તી, મોબાઈલ સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ, ગોબર દીપક સેટ, એન્ટીરેડીયેશન ચીપ, ગોબર કિચેન, ધુપકોન વગેરેનો સમાવેશ થાય છે.     

આ  કાર્યક્રમમાં વર્ગની ભાષા ગુજરાતી-હિન્દી રહેશે. વર્ગમાં હંમેશા હાજર રહેવું જરૂરી છે અને ચાલુ વર્ગમાં ફોન બંધ રાખવો જરૂરી છે. વર્ગમાં મહત્તમ લોકોની સંખ્યા 100 હશે, તેથી શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરાવવી આવશ્યક છે. વર્ગની ફી વ્યક્તિદીઠ 1500 રૂપિયા છે જેમાં પંચગવ્યથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની શિક્ષા, પંચગવ્ય ઉત્પાદન કીટ, સર્ટીફીકેટ સહીત રહેવાની અને જમવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરાવવા, ફી જમા કરાવવા તેમજ આ અંગે વધુ માહિતી માટે (મો. 9825118845)પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *