મહેતા પરિવારના વડિલના 82 મા જન્મદિને ગૌમાતાઓને5 હજાર મણ ઘાસચારો નિરવામાં આવ્યો

જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા રાજકોટ તથા ગોંડલ પંથકની
ગૌશાળાઓ— પાંજરાપોળોમાં રૂબરૂ જઈને કરાયું ઘાસચારા વિતરણ.
જન્મદિવસની ઉજવણી કાં તો કેક કાપીને અથવા હોટલમાં પરિવાર અને સગા—સંબંધીઓને જમાડીને કરવામાં આવતી હોય છે પરંતુ રાજકોટના જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા પોતાના પિતાજીનો 82 મો જન્મદિવસ ગૌમાતાઓને 51 ગાડી લીલો—સૂકો ચારો નીરીને કરવામાં આવી. હેમલભાઈના પિતાશ્રી પ્રવિણચંદ્ર અનુપચંદ મહેતાનો 82 મો જન્મદિન હોય વહેલી સવારે લીલો—સૂકો ચારો લઈ મહેતા પરિવાર રાજકોટ અને આજુબાજુની ગૌશાળાઓ તથા પાંજરાપોળ ખાતે જઈ પોતાના હાથે જ 51 ગાડી એટલે કે લગભગ 5000 મણ જેટલો ઘાસચારો ગૌમાતાઓને નિર્યો હતો. વળી ગૌશાળાઓ અને પાંજરાપોળોના સેવાકર્મીઓને મીઠાઈના પેકેટ આપી પિતાજીનો જન્મદિવસ ઉજવ્યો. જૈનોના પવિત્ર આયંબીલ દરમિયાન મહેતા પરિવાર રાજકોટ તથા ગોંડલના ઉપાશ્રયોમાં જઈ આયંબિલનો ખર્ચ પણ ઉઠાવશે એવી જાહેરાત કરવામાં આવી છે. હેમલભાઈ મહેતા તથા પલ્લવીબેન મહેતાએ જણાવ્યું કે, તેમના પિતાજીનો 82 મો જન્મદિન પોતાના માટે આશીર્વાદ સમાન છે કેમ કે, આટલા વર્ષો સુધી પિતાજીની છત્રછાંયામાં રહેવું
તે સૌથી મોટો રાજીપો ગણાય. તેમણે વધુમાં કહયું કે, પિતાજી નિરામય જીવન જીવે અને અમે તેમની તથા અબોલ જીવોની સેવા કરતા રહીએ એ અમારું સૌભાગ્ય.