‘જલારામ જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વમાં તા.29/10/2025, (બુધવાર)નાં રોજ કારતક સુદ- ૭ ના દિવસે ‘જલારામ જયંતી’ ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પ.પૂ. શ્રી જલારામબાપાના દેશવિદેશમાં કરોડો ભકતો આ દિવસે પવિત્ર ભકિતભાવથી બાપાની જન્મ જયંતી ઉજવે છે. ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ ના સુત્ર સમગ્ર વિશ્વને આપનાર અ ને ભકિતની સાથે સાથે આજીવન સદાવ્રત ચલાવનાર અને સેવાના ભેખધારી કે જયાં આજે પણ કોઈપણ મનુષ્ય પ્રસાદ લીધા વગર જતો નથી. અને વિશ્વનું એકમાત્ર મંદિર કે જયાં કોઈપણ જાતનું દાન—ધર્મ સ્વીકારવામાં આવતું નથી તેવા સંત શ્રી જલારામબાપાની જન્મ જયંતી નિમીતે રાજ્યના કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસોની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા દ્વારા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































